મુંબઇ: કોરોના વાયરસને કારણે ચાલી રહેલા લોકડાઉનમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં તમામ શૂટિંગ મુલતવી રખાયા હતા અને આ સ્થિતિમાં બધા સ્ટાર્સ તેમના ઘરમાં જ રહ્યા હતા.
પરંતુ હવે કેટલીક નવા દિશાનિર્દેશો સાથે, બોલિવૂડ ધીમે ધીમે કામ તરફ પાછું ફરી રહ્યું છે અને નિર્માતાઓ, દિગ્દર્શકો, અભિનેતાઓ તેમના ઘરની બહાર આવી રહ્યા છે.
ત્યારે, સલમાન ખાનના ફેંસ માટે એક ખુશખબર આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર સમાચાર મળી રહ્યા છે કે, સલમાન ખાન તેની ફિલ્મ 'રાધે'ના બાકીના શૂટિંગની શરૂઆત કરવા જઈ રહ્યો છે.
આ શૂટિંગ એક સ્ટુડિયો બુક કરવમાં આવ્યો છે. સલમાન 'રાધે'નું શૂટિંગ ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરવા માગે છે. તેથી, આશા છે કે, દિવાળી પર ફિલ્મ રિલીઝ થઈ શકે છે.
સલમાન અને દિશા પટણી આ ફિલ્મ માટે એક ખાસ ગીતનું શૂટિંગ કરવા જઈ રહ્યા છે, જે ઘણા સમયથી અટવાયેલું હતું. આ ગીત પહેલા આઉટડોર શૂટ કરવાનું હતું. પરંતુ હવે પરિસ્થિતિને જોતાં સ્ટુડિયોમાં જ તેનું શૂટિંગ કરવામાં આવશે. તે જ સમયે, કેટલાક મહત્વપૂર્ણ દ્રશ્યો પણ શૂટ કરવામાં આવશે.
પ્રભુદેવ આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. જ્યારે અતુલ અગ્નિહોત્રી અને સોહેલ ખાન પ્રોડ્યુસ કરી રહ્યા છે. રણદીપ હૂડા પણ આ ફિલ્મમાં સલમાન અને દિશાની સાથે એક મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.
આ પહેલા અક્ષય કુમારે પણ તેની ફિલ્મ 'બેલ બોટમ' અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જેના માટે આખી ટીમ શૂટિંગ માટે યુકે જઈ રહી છે. ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટમાં શરૂ થશે.