મુંબઈ: આ વખતે રમજાનનો મહિનો લોકડાઉન વચ્ચે આવ્યો છે અને અભિનેતા સલમાન ખાન સદ્ભાવના કમાવવાની એક પણ તક ગુમાવવા માગતો નથી. ફિલ્મ ઉદ્યોગના રોજિંદા મજૂરોથી લઈને સામાન્ય લોકો સુધી તમામને સલમાન ખાન સતત મદદ પૂરી પાડે છે.
![કોવિડ -19 સામે સમગ્ર દેશની લડત દરમિયાન સલમાન ખાને હંમેશા મદદનો હાથ આગળ રાખ્યો છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7283896_salman.jpg)
સલમાન દરેક પસાર થતા દિવસની સાથે દરેક રીતે મદદની ઓફર કરી રહ્યો છે. ઓલ ઇન્ડિયા સ્પેશિયલ આર્ટિસ્ટ એસોસિએશન (એઆઈએસએએ) સાથે સંકળાયેલા દૈનિક વેતન મજૂરોને તેમજ દૈનિક વેતન મેળવનારા 32 હજાર શ્રમિકોને આર્થિક સહાય આપવાથી માંડીને સલમાન તમામ રીતે સહાય કરે છે.
તાજેતરમાં સુપરસ્ટારે આશરે 2500 પરિવારોને મદદ કરી છે, તેના ફાર્મહાઉસની આજુબાજુના ગામડાઓ માટે ખોરાક અને અન્ય સંસાધનોની વ્યવસ્થા કરી આપી છે.