ETV Bharat / sitara

સલમાન ખાને SKFમાં કાસ્ટિંગ અંગે અફવા ફેલાવનારને આપી ચેતવણી... - સલમાન SKF ન્યૂઝ

સલમાન ખાનની પ્રોડક્શન કંપની ફિલ્મ માટે કાસ્ટ કરી રહી અફવા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી છે. જેનું ખંડન કરતા સલમાન ખાન ટ્વીટ કર્યુ હતું કે, હાલ કોઈ જ કાસ્ટિંગ થઈ રહી નથી. આ ઉપરાંત સલમાને ચેતવણી પણ આપી હતી કે, જો તેના નામનો દુરુપયોગ કરવામાં આવશે તો તે કાનૂની કાર્યવાહી પણ કરશે.

salman khan
salman khan
author img

By

Published : May 14, 2020, 1:19 PM IST

મુંબઈઃ છેલ્લા કેટલાંય સમયથી સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાઈ રહી છે કે, સલમાન ખાનની પ્રોડક્શન કંપની સલમાન ખાન ફિલ્મ્સ પોતાના પ્રોજેક્ટ માટે એક્ટર્સને કાસ્ટ કરી રહ્યાં છે. જેમાનું એક કારણ લોકડાઉનમાં સલમાન ખાનના રિલીઝ થયેલા મ્યૂઝિક વીડિયો છે.

જો કે, સલમાન ખાને બુધવારે ખુદ ટ્વિટ કરીને સ્પષ્ટ કર્યું હતું કે આવું કંઈ નથી. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું કે, 'એ સ્પષ્ટ કરવું પડશે કે હમણાં હું કે સલમાન ખાન ફિલ્મ્સ કોઈ પણ ફિલ્મ માટે કાસ્ટ કરી રહ્યા નથી. અમે અમારી આગામી ફિલ્મો માટે કોઈ કાસ્ટિંગ એજન્ટ રાખ્યા નથી.

સલમાને એમ પણ કહ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ અથવા એજન્સી તેના નામનો ઉપયોગ કરીને આ કરવાનો પ્રયાસ કરે છે, તો સલમાન કાનૂની પગલાં લેવાથી પીછેહઠ કરશે નહીં.

તેણે પોતાના ટ્વિટમાં કહ્યું, 'જો તમને આ સંદર્ભમાં કોઈ ઇમેઇલ અથવા સંદેશ મળે તો તેના પર વિશ્વાસ ન કરો. જો કોઈ સલમાન ખાનની ફિ્લ્મ્સ અથવા મારા નામનો ખોટો ઉપયોગ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પોસ્ટને કેપ્શન કરતી વખતે સલમાને લખ્યું કે, 'અફવાઓ પર વિશ્વાસ ન કરો .. # સ્ટે સેફ.'

નોંધનીય છે કે, સલમાન તેના પનવેલ ફાર્મહાઉસમાં પરિવારના સભ્યો સાથે લોકડાઉન દિવસો ગાળી રહ્યો છે. તેની ભત્રીજી નિર્વાના ખાન પણ તેની સાથે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.