ETV Bharat / sitara

સુશાંત સિંહના ચાહકોને સલમાન ખાનની અપીલ, કહ્યું- મુશ્કેલીના સમયમાં પરિવારનો સાથ આપો - સુશાંત સિંહ રાજપૂત નિધન

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના નિધનથી બોલીવૂડમાં શોકનો માહોલ સર્જાયો છે. તો બીજી તરફ નેપોટિઝમને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અભિનેતા સલમાન ખાને સુશાંત સિંહના ચાહકોને શાંત રહેવા અપીલ કરી છે અને આ સમયમાં તેના પરિવારને સાથ આપવા જણાવ્યું છે.

Salman Khana
Salman Khana
author img

By

Published : Jun 21, 2020, 2:10 PM IST

મુંબઈઃ રૂપેરી પડદે ભારતીય ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીના પાત્રને જીવંત કરનારા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનથી બોલીવૂડ શોકમય બન્યું છે. તો બીજી તરફ તેના ચાહકોમાં બોલીવૂડમાં ચાલી રહેલા નેપોઝિટિમને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેથી સલમાન ખાને ટ્વીટ કરીને સુશાંત સિંહના ચાહકોને શાંત રહેવાની અપીલ કરી છે.

  • A request to all my fans to stand with sushant's fans n not to go by the language n the curses used but to go with the emotion behind it. Pls support n stand by his family n fans as the loss of a loved one is extremely painful.

    — Salman Khan (@BeingSalmanKhan) June 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

નોંધનીય છે કે, સુશાંતે 14 જૂને આત્મહત્યા કરી હતી. જેથી તેને લઈને અનેક તર્ક-વિતર્ક ઉભા થઈ રહ્યાં છે. લોકો બોલીવુડમાં ચાલી રહેલા નેપોટિઝમ પર સવાલ ઉઠાવી રહ્યાં છે, ત્યારે સલમાન ખાને લોકોને શાંત રહેવાની અપીલ કરી છે.

સલમાન ખાને ટ્વીટર પર સુશાંતના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં લખ્યું હતું કે, હું સુશાંતના ફેન્સને આપીલ કરું છું કે, તેઓ સુશાંત માટે ન્યાય મેળવવાની રાહે અયોગ્ય ભાષાનો ઉપયોગ ન કરે, અને આ મુશ્કેલીના સમયમાં સુશાંતના પરિવારનો સહારો બને.

ઉલ્લેખનીય છે કે, સુશાંત બૉલિવૂડમાં ખૂબ લોકપ્રિય એક્ટર હતો. જેણે પોતાના કરિયરની શરૂઆત ટીવી એક્ટર તરીકે કરી હતી. તેણે સૌથી પહેલાં 'કિસ દેશ મેં હે મેરા દિલ' નામની સિરિયલમાં કામ કર્યું હતું.

આ ઉપરાંત એકતા કપૂરની સિરિયલ પવિત્ર રિશ્તામાંથી તેને ઓળખ મળી હતી. ત્યારબાદ તે શુદ્ધ દેસી સોમાન્સમાં વાણી કપૂર અને પરિણીતિ તોપડા સાથે દેખાયો હતો. જોકે, તેણે સૌથી વધુ પ્રશંસા એમ.એસ.ધોનીની ભૂમિકા નિભાવીને મેળવી હતી. આ સુશાંતની એવી પ્રથમ ફિલ્મ હતી, જેમાં તેણે 100 કરોડનું કલેક્શન કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.