મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ માટે કામ અંગેનું ડિપ્રેશન અને નેપોટિઝમનું કારણ બહાર આવતા જ બોલિવુડના તમામ સેલેબ્સ કે જેઓ ભલામણ દ્વારા ફિલ્મો મેળવતા હોય તેઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ભારે આક્રોશનો માહોલ છે. તેવામાં એક પછી એક બોલિવુડ સ્ટાર્સના આ અંગેના નિવેદનો પણ વિવાદ વધારવાનું કામ કરી રહ્યા છે.
હાલમાં પ્રિયંકા ચોપરાના એક જૂના ઇન્ટરવ્યૂનો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં તેણે બોલિવુડમાં નેપોટિઝમ વિશે કબૂલાત કરી હતી. તેના પછી હવે વિતેલા જમાનાની પ્રખ્યાત અભિનેત્રી શર્મિલા ટાગોરના પનોતા પુત્ર સૈફ અલી ખાન પણ બફાટ કરતા પોતે નેપોટિઝમનો શિકાર થયો હોવાની ટિપ્પણી કરી છે. જેને પગલે સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા તે ખૂબ જ ટ્રોલ થયો છે.
-
After listening "Saif Ali Khan" ,s interview over nepotism 🤐🤐 pic.twitter.com/cIc2f5OORL
— 🇮🇳 کریتی 🇮🇱🇷🇺🇳🇿🇨🇵🇹🇼🇨🇭 (@kriti__900096) July 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">After listening "Saif Ali Khan" ,s interview over nepotism 🤐🤐 pic.twitter.com/cIc2f5OORL
— 🇮🇳 کریتی 🇮🇱🇷🇺🇳🇿🇨🇵🇹🇼🇨🇭 (@kriti__900096) July 2, 2020After listening "Saif Ali Khan" ,s interview over nepotism 🤐🤐 pic.twitter.com/cIc2f5OORL
— 🇮🇳 کریتی 🇮🇱🇷🇺🇳🇿🇨🇵🇹🇼🇨🇭 (@kriti__900096) July 2, 2020
એક યુઝરે લખ્યું, "હજી કેટલું ખોટું બોલશો? શરમ નથી આવતી?"
અન્ય એક યુઝરે લખ્યું, "આજની સૌથી મોટી મજાક એ જ છે કે સૈફ અલી ખાન જેવો વ્યક્તિ નેપોટિઝમનો શિકાર થયો છે."
-
Not only Saif Ali Khan but also Taimur has been a victim of Nepotism pic.twitter.com/72JnA4BdJY
— Souvik Nag (@SouvikNag_tatai) July 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Not only Saif Ali Khan but also Taimur has been a victim of Nepotism pic.twitter.com/72JnA4BdJY
— Souvik Nag (@SouvikNag_tatai) July 2, 2020Not only Saif Ali Khan but also Taimur has been a victim of Nepotism pic.twitter.com/72JnA4BdJY
— Souvik Nag (@SouvikNag_tatai) July 2, 2020
અન્ય એક યુઝરે તેને જવાબ આપતા જણાવ્યું, "તમે જે કહી રહ્યા છો તે ચર્ચા કરવા માટે, સાંભળવા માટે સારું છે પરંતુ પ્રેક્ટીકલી શક્ય નથી. કેમ કે જો તમે સાચું બોલી રહ્યા હોવ તો અમારે માની લેવું પડશે કે જલેબી સીધી હોય છે, બિચારી અનન્યા પાંડે પણ સંઘર્ષ કરીને આગળ આવી છે, કરણ જોહર પણ 'પ્રતિભાશાળી' સ્ટાર સંતાનોને તક આપે છે."
આ પહેલા પણ લોકડાઉનમાં સૈફ અલી ખાન કરીના તથા તૈમુર સાથે માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા ટ્રોલ થયો હતો.