હૈદરાબાદ: રણવીર સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે પત્નિ અને અભિનેત્રી દિપીકા પાદુકોણના ગહરાઇયાંમાં તેના ભજવેલા રોલના ખુબ વખાણ કર્યાં (Ranveer Sinhg Gehraiyaan Review) છે. ઉપરાંત, રણવીર સિહંની આ પોસ્ટ ફેન્સને શશિ થરૂરની યાદ અપાવે છે, જે ભાગ્યે જ વપરાતા, અઘરા અંગ્રેજી શબ્દોની તલપ માટે જાણીતા છે.
રણવીરે સિંહે શેર કરી તસવીર
રણવીર સિંહે તેના ઇન્સટાગ્રામ (Ranvir singh Instagram Account) પર એક તસવીર શેર કરી છે, જેમાં તે બન્ને સાથે જોવા મળે છે. આ તસવીર તેના જૂના વેકેશનની છે. આ તસવીર પર રણવીર સિંહે દિપીકાના વખાણભર્યું (Deepika padukon And Ranvir singh) કેપ્શન આપ્યું છે. રણવીર સિંહે દિપીકાને 'ટૂર ડી ફોર્સ' કહી લખ્યું છે કે, બેબી, શું પ્રદર્શનનો સંપૂર્ણ માસ્ટરક્લાસ.એકદમ સૂક્ષ્મ અને હૃદયસ્પર્શી કલાત્મકતા..તમારા પર હું ખુબ ગર્વ અનુભવુ છું.
આ પણ વાંચો: Hijab Row: કંગના રનૌતને શબાના આઝમીની 'ચેલેન્જ', જાવેદ અખ્તરે કહ્યું...
સોશિયલ મીડિયા યૂઝર કરી રહ્યાં છે આવી કોમેન્ટ
આ કપલની કોઝી તસવીરે નેટીઝન્સને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ તસવીર પર તેના ફેન્સ પણ કોમેન્ટ કરી રહ્યાં છે. એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું કે, ઓહ માય ગોડ આ તસવીરે દિલ ચોરી લીધું મારૂ, બીજા એક યૂઝરે લખ્યું, રણવીરના શબ્દોની પસંદગી રાજકારણી શશિ થરૂર જેવી જ છે, જેઓ ભાગ્યે જ ઉપયોગમાં લેવાતા, ઉચ્ચારવામાં અઘરા એવા અંગ્રેજી શબ્દો માટે તેમની ખેવના માટે જાણીતા છે. આ સાથે દિવે સોઢાની નામના યુઝરે લખ્યું કે, "કેપ્શન શશિ થરૂરે લખ્યું છે."
દીપિકા પાદુકોણ ચર્ચામાં
હાલ દીપિકા ગહરાઇયાંમાં તેના અભિનય માટે ખૂબ જ પ્રશંસા મેળવી રહી છે, જેની ગાથા ગુંચવાયેલા સંબંધો પર આઘારિત છે. આ ફિલ્મને 11 ફેબ્રુઆરીએ પ્રાઇમ વિડિયો પર ડિજિટલી રિલીઝ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: લતા મંગેશકરના અસ્થિનું કરાયું રામકુંડમાં વિસર્જન