ETV Bharat / sitara

રણવીરથી લઈને ધ રોક સુધી તેના સહ-કલાકારો પ્રિયંકા વિશે શું માને છે?

ફિલ્મ ફેશનની 12 મી વર્ષગાંઠ પ્રસંગે કંગના રનૌતે પ્રિયંકા ચોપડા વિશે ઘણી સારી વાતો કહી છે. આ પ્રસંગે, ચાલો તમને જણાવીએ કે પ્રિયંકાના અન્ય સહ-કલાકારો તેમના વિશે શું વિચારે છે.

priyanka-chopra
તેના સહ-કલાકારો પ્રિયંકા વિશે શું માને છે
author img

By

Published : Oct 30, 2020, 11:07 PM IST

  • પ્રિયંકા ચોપડાએ વર્ષ 2000માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો
  • પ્રિયંકાએ અત્યાર સુધીમાં ઘણી સફળતા મેળવી
  • બોલિવૂડના દિગ્ગજોની સાથે સાથે હોલીવુડના દિગ્ગજો સાથે પણ કામ કર્યું

મુંબઈઃ પ્રિયંકા ચોપડાએ વર્ષ 2000 માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને શોબિઝમાં પોતાની સફરની શરૂઆત કરી હતી, જેને હવે 20 વર્ષ થઈ ગયા છે. ત્યારથી લઈ અત્યારસુધીમાં અભિનેત્રીએ ઘણી સફળતા મેળવી છે. બોલિવૂડમાં એન્ટ્રી કર્યા બાદ હવે પ્રિયંકા ગ્લોબલ આઇકોન બની ગઈ છે. આ સફળતાની સફરમાં તેણે બોલિવૂડના દિગ્ગજોની સાથે સાથે હોલીવુડના દિગ્ગજો સાથે પણ કામ કર્યું છે.

રણવીર સિંહ

રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરાએ ગુંડે, દિલ ધડાકને દો અને બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અભિનેત્રીએ રણવીરને એક એક્ટર અને કૉસ્ટારમાં વીકસતો જોયો છે. થ્રોબેક ઇન્ટરવ્યૂમાં રણવીરને પૂછવામાં આવ્યું કે, જ્યારે તે ગુંડેના સેટ પર કોઈ મોટા સ્ટારના સંપર્કમાં આવ્યો ત્યારે શું થયું? તેણે સ્વીકાર્યું કે તેને ખૂબ જ ઠપકો આપવામાં આવ્યો હતો. પરંતુ આને કારણે એક સહ-અભિનેતા તરીકે પ્રિયંકા પ્રત્યેનો તેમનો પ્રેમ ઓછો થયો નહોતો, ત્યારે જ વધુ બે ફિલ્મોમાં બંને સાથે કામ કર્યું છે.

priyanka-chopra
રણવીર સિંહ અને પ્રિયંકા

રણવીરે પ્રિયંકાને હોલિવૂડમાં જઈ જોખમ લેવા માટે તેની પ્રશંસા પણ કરી છે. પ્રિયંકાએ પોતાના લક્ષ્ય માટે કરેલી સતત મહેનતની પણ રણવીરે પ્રશંસા કરી છે.

ઋત્વિક રોશન

પ્રિયા અને કૃષ્ણા, ફિલ્મ 'ક્રિશ'ની આ જોડીને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. અગ્નિપથમાં તેમની કેમિસ્ટ્રીએ પણ શ્રોતાઓને આકર્ષ્યા હતા. જ્યારે ઋત્વિકને પૂછવામાં આવ્યું કે, પ્રિયંકા કેવી રીતે કોસ્ટાર તરીકે છે, ત્યારે ઋત્વિકે કહ્યું કે, તે ઘણીવાર પ્રિયંકાની ક્ષમતાની પ્રશંસા કરે છે. તેમનું કહેવું છે કે, પ્રિયંકા કોઈ પણ પરિસ્થિતિ, વ્યક્તિ અથવા વાતાવરણમાં ફિટ થવા માટે તે પોતાને સંપૂર્ણ રીતે બદલી દે છે.

ઋત્વિકે એમ પણ કહ્યું કે, આ પરિવર્તન બુદ્ધિનું છે, જે ઉદાર હૃદયથી પ્રેરિત છે. ઋત્વિક રોશનના મતે પ્રિયંકા સરળતાથી એક ક્ષણમાં પોતાને મૂર્ખ બતાવી શકે છે અને બીજી ક્ષણમાં કોઈને ડરાવી પણ શકે છે.

ડ્વેન જહોનસન

'ક્વોન્ટિકો' પછી પ્રિયંકાએ તેની પાંખો ફેલાવી અને બેવોચ સાથે હોલીવુડમાં પ્રવેશ કર્યો, તેને ડ્વેન 'ધ રોક' જહોનસન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવાનો મોકો મળ્યો. એક ઇન્ટરવ્યૂમાં 'ધ રોક' એ કહ્યું હતું કે, તેણે શૂટિંગ પહેલા ફોન પર વાત કરી હતી અને તરત વાઇબ થઈ ગઈ હતી.

priyanka-chopra
ડ્વેન જહોનસન અને પ્રિયંકા

ડ્વેને એમ પણ કહ્યું હતું કે, તે પ્રિયંકાને પ્રેમ કરે છે અને તે તેની જેમ મહત્વાકાંક્ષા પણ રાખે છે. ડ્વેને વધુમાં જણાવ્યું હતું કે, તે માત્ર તેના પ્રેમમાં નતો પડ્યો પરંતું મારો તે પણ વિચાર હતો કે બેવૉચમાં વિલન તરીકેની ભૂમિકા ભજવવા માટે આનાથી સારૂ કોઈ બીજું નહી હોય. પ્રિયંકાને આ ફિલ્મમાં વિક્ટોરિયા લીડ્સ તરીકે જોવા મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.