ETV Bharat / sitara

આખરે બોલીવૂડ અભિનેતા રણવીર સિંહ ઇન્સ્ટાગ્રામ પર પાછો ફર્યો - bollywood stars on instagram

અભિનેતા રણવીર સિંઘ લાંબા સમય બાદ ઇન્સ્ટાગ્રામ પર પાછો ફર્યો છે. અભિનેતા તેના પ્રશંસકોને હેલો કહેવા માટે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થયો હતો અને તેણે તેના એબ્સ પણ ફ્લોન્ટ કર્યા. તેની સાથે વરૂણ ધવન અને સાકીબ સલીમ પણ દેખાયા હતા.

આખરે બોલીવૂડ અભિનેતા રણવીર સિંઘ ઇન્સ્ટાગ્રામ પર પાછો ફર્યો

author img

By

Published : May 9, 2020, 8:58 PM IST

મુંબઇઃ રણવીરે સેશનમાં જણાવ્યું કે, તેના લાઇવ આવવાનું અગાઉ આયોજન કરવામાં આવ્યું ન હતું તે ફક્ત પ્રશંસકોને હેલો કહેવા આવ્યો હતો.

તેમણે સેશનમાં કહ્યું કે, "લાંબા સમય સુધી સક્રિય ન રહ્યા બાદ હું અત્યારે પાછો ફર્યો છું. આ લોકડાઉન ભાવનાત્મકરૂપે ખૂબ પડકારજનક છે."

રણવીર સાથે કલાકારો વરૂણ ધવન અને સાકીબ સલીમ પણ જોડાયા હતા. જેમણે અભિનેતાને મજાકમાં પોતાનો શર્ટ ઉતારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને રણવીરે ખચકાટ વિના એક ક્ષણમાં તેમનો શર્ટ ઉતારી ચાહકોને ખુશ કરી દીધા હતા.

રણવીરે કહ્યું, "પાછલા બે અઠવાડિયા ખૂબ જ મુશ્કેલ સમય રહ્યા છે. દુનિયામાં જે કંઈ પણ ચાલી રહ્યું છે તે ખૂબ જ અશાંત છે. મારા બધા મિત્રો અને ચાહકો સલામત રહે, તંદુરસ્ત રહે. તમને ખૂબ પ્રેમ."

આ સાથે જ તેણે ઉમેર્યું, "હું હંમેશાં આશાવાદી રહ્યો છું, વસ્તુઓની પોઝિટિવ બાજુ જોવાનું પસંદ કરું છું. હું હંમેશાં કોઈપણ પરિસ્થિતિમાં પોઝિટિવ રહેવાનું પસંદ કરું છું. આપણે બધા આ પરિસ્થિતિમાં સાથે છીએ અને હું માનું છું કે તેમાંથી બહાર આવ્યા બાદ સૌ વધુ કરુણામય બનશે."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.