મુંબઇ: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ વચ્ચેના સંબંધોના સમાચારો અવારનવાર ચર્ચામાં રહે છે.
તાજેતરમાં જ જાણ કરવામાં આવી હતી કે, બંને કલાકારો એપ્રિલમાં સાત ફેરા લેશે, ત્યારે આ કપલના બ્રેકઅપના સમાચાર પણ મળ્યા હતા. પરંતુ આલિયાએ ફોટો શેયર કરીને તેની પુષ્ટિ કરી કે આ એવું કંઈ નથી.
જો કે, અભિનેત્રીએ ડાયરેક્ટ નહીં કહ્યું પરંતુ ફોટો સાથે આલિયા રણબીરને પ્રિય ફોટોગ્રાફર ગણાવ્યો હતો.
હવે આ રોમેન્ટિક કપલ વિશે નવી માહિતી બહાર આવી છે. સમાચારો અનુસાર બંને ટૂંક સમયમાં લગ્ન કરવા જઇ રહ્યા છે. તેમના લગ્નને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. કોરોના લોકડાઉનને કારણે બંનેના લગ્ન સ્થગિત થઈ ગયા છે અને હવે તે ડિસેમ્બર મહિનામાં મુંબઇમાં થવાનું છે.
એક વેબસાઇટ અનુસાર રણબીર અને આલિયાના પરિવારજનો એક સાથે નિર્ણય કરી રહ્યા છે કે, ડિસેમ્બરના અંતિમ 10 દિવસમાં તેમના લગ્ન રાખવામાં આવે. સમાચાર પણ આવી રહ્યા છે કે રણબીર અને આલિયાના લગ્ન અગાઉ ડેસ્ટિનેશન વેડિંગ બનવા જઈ રહ્યા હતા. પરંતુ હવે પરિવાર મુંબઈમાં તેમના લગ્ન કરવાનું વિચારે છે.
જો આ સમાચારની વાત માની લેવામાં આવે તો કપૂર અને ભટ્ટ પરિવાર તરફથી ઉજવણી માટે દરેક તૈયાર છે. 21 ડિસેમ્બરથી લગ્નની વિધિ શરૂ થશે, જે ચાર દિવસ ચાલશે. જો કે, આ તારીખ નિશ્ચિતરૂપે નક્કી કરવામાં આવી નથી.
નોંધનીય છે કે, ભૂતકાળમાં એક વીડિયો પરથી બહાર આવ્યું હતું કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લોકડાઉન વચ્ચે એક સાથે રહી રહ્યા છે.