લતા મંગેશકરે રવિવારે ટ્વિટર પર એક તસ્વીર શેર કરી હતી. જેમાં તેઓ રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરતા નજરે ચડે છે.
આ તસ્વીરના કેપ્શનમાં તેમણે લખ્યું કે, 'નમસ્કાર, આજે ભારતના રાષ્ટ્રપતિ આદરણીય રામનાથ કોવિંદજી, તેમના પત્નિ શ્રીમતી સવિતા કોવિંદજી અને પુત્રી સ્વાતિ કોવિંદજી તથા મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. વિદ્યાલસાગર રાવ અને તેમના પત્ની વિનોદા રાવજી અને મહારાષ્ટ્રના શિક્ષણપ્રધાન વિનોદ તાવડેજીએ અમારા ઘરે આવીને ધન્ય ધન્ય કર્યા'
લતા મંગેશકર ભારતમાં સાૌથી પ્રસિદ્ઘ અને સૌથી પ્રતિષ્ઠિત પાશ્વ ગાયકોમાંથી એક છે. તેમણે એક હજારથી વધુ હિંદી ફિલ્મોના ગીત રેકૉર્ડ કર્યા છે. 1989માં તેમને ભારત સરકાર દ્વારા દાદા સાહેબ ફાલ્કે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 2001માં, રાષ્ટ્રમાં તેમના યોગદાનને માન્યતા આપતા તેઓને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.