મુંબઈઃ પોતાના દમદાર અભિનય માટે જાણીતા અભિનેતા રાજકુમારે તેની આગામી સ્પોટ્સ ડ્રામા ફિલ્મમાં નુસરત ભરૂચા સાથે જોવા મળશે. હાલમાં જ ફિલ્મ નિર્માતાઓએ આ ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડયા પર શેયર કર્યુ છે. જેને તેના ચાહકોએ ખૂબ વખાણ્યું છે. આ સાથે બોલીવુડ સેલેબ્સે પણ ટીમની પ્રશંસા કરીને તેની સફળતા માટેની શુભેચ્છા પાઠવી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ફિલ્મના પોસ્ટરમાં રાજકુમાર સ્કૂલના સ્પોર્ટસ રૂમમાં રેડ આઉટફિટમાં ખુરશીમાં સૂતો જોવા મળે છે. તેની બાજુમાં ઉભેલા બાળકો તેને અચંભિત થઈને જોઈ રહ્યાં છે. તો અભિનેત્રી નુસરત ભરૂચા સલાવર સૂટમાં રાજકુમાર પર ગુસ્સો કરતી જોવા મળી રહી છે.
અભિનેતાએ આ ફિલ્મનું પોસ્ટ શેયર કરતાં લખ્યું હતું કે, ‘લંબી # છલાંગ કે લિએ, લંબી નીંદ જરૂરી હે. 13 કો રીલિઝ હો રહી હે’
ફિલ્મનું પોસ્ટર જોઈને તેના ચાહકો સહિત બોલીવુડ સેલેબ્સે તેના વખાણ કરીને ફિલ્મની ટીમને સરાહના કરી હતી. સાથે ફિલ્મની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં અભિનેતા રાજકુમાર એક ટીપીકલ પીટી શિક્ષિકનું પાત્ર ભજવી રહ્યો છે. તેનું નામ મોન્ટું છે. જે કોમિક રીતે બાળકોને સ્પોર્ટસ શીખવાડતો જોવા મળશે. આ ફિલ્મ હંસલ મહેતાના નિર્દેશન હેઠળ બની છે. જે 13 માર્ચે રૂપેરી પડદે જોવા મળશે.