મુંબઈ: બોલીવૂડ સિંગર જસલીન રોયલ અને 'અંગ્રેજી મિડીયમ' ની અભિનેત્રી રાધિકા મદાને બોલિવૂડના આઇકોનિક ગીતોમાંનુ એક ‘લગ જા ગલે’ ને રિક્રીએટ કર્યુ છે. આ અંગે જસલીને જણાવ્યું હતું કે આ એક ખૂબ જ સુંદર, ક્લાસિક ગીત છે અને લાખોનું ફેવરિટ છે એટલે અમે આ ગીતની પસંદગી કરી.
રાધિકાને કી-બોર્ડ વગાડવાનો શોખ છે અને લોકડાઉનમાં તેની પાસે ઘણો સમય હતો. તેણે તેના ‘જેમિંગ’ ના વીડિયો મને મોકલ્યા હતા જેના પરથી મને આ ગીત બનાવવાનો વિચાર આવ્યો. આ એક એવરગ્રીન ક્લાસિક હોવાથી અમે સાઉન્ડ સાથે વધારે ચેડાં નથી કર્યા.
વીડિયો પણ અમે અમારી રીતે પોતપોતાના ઘરે શૂટ કર્યો છે."
રાધિકાએ જણાવ્યું, “ મને સંગીત પ્રત્યે અત્યંત લગાવ છે અને એક સંગીતવાદ્ય શીખવાની હંમેશા મારી ઈચ્છા હતી. લોકડાઉન દરમિયાન હું પિયાનો શીખી રહી હતી. ‘લગ જા ગલે’ એક એવું ગીત છે કે જેને અત્યારના સમય સાથે જોડી શકાય છે. જસલીને આ ગીત બનાવવામાં મારી ખૂબ મદદ કરી. તેની સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ ખાસ રહ્યો."