ETV Bharat / sitara

ધારાવાહિક 'પ્યાર કી લુકાછુપી'એ 100 એપિસોડ પૂર્ણ કર્યા - અપર્ણા દીક્ષિત

ટચૂકડા પડદાના લોકપ્રિય શો 'પ્યાર કી લુકાછુપી' ના 100 એપિસોડ પૂર્ણ થયા છે. આ નિમિત્તે સેટ પરના કલાકારોએ કેક કાપીને સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉજવણી કરી હતી.

ધારાવાહિક 'પ્યાર કી લુકાછુપી' એ 100 એપિસોડ પૂર્ણ કર્યા

author img

By

Published : Jul 16, 2020, 4:28 PM IST

મુંબઇ: અભિનેતા અપર્ણા દીક્ષિત અને રાહુલ શર્માની ધારાવાહિક 'પ્યાર કી લુકાછુપી' એ 100 એપિસોડ પૂર્ણ કર્યા છે. આ શૉના તમામ કલાકારોએ સેટ પર કેક કાપીને ઉજવણી કરી હતી.

શૉમાં સાર્થક (રાહુલ શર્મા) અને સૃષ્ટિ (અપર્ણા દીક્ષિત) અલગ અલગ રીતે આગળ વધશે, જ્યારે સૃષ્ટિ એક નવા બોલ્ડ અવતારમાં જોવા મળશે. આ શો માં એલન કપૂર દ્વારા નિભાવવામાં આવેલા એક નવા પાત્ર 'અંગદ'ની પણ એન્ટ્રી થશે.

શૉની મુખ્ય અભિનેત્રી અપર્ણાએ જણાવ્યું, "100 એપિસોડની આ યાત્રા અમારા બધા માટે ખૂબ ખાસ છે. દર્શકોના પ્રેમ અને સરાહના વગર આ શક્ય ન હતું. અમે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને સેટ પર ઉજવણી કરી છે. આ શૉ દરરોજ પ્રસારિત થતો હોવાથી સૌ કોઈ શૉને સફળ બનાવવા સખત મહેનત કરી રહ્યા છે."

ઉલ્લેખનીય છે કે, આ શૉ ગતવર્ષ ડિસેમ્બર મહિનામાં લોન્ચ કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.