મુંબઈ: અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસે નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝેઇ ફિલોસોફી, અર્થશાસ્ત્ર અને રાજકારણમાં સ્નાતક થતા તેને સોશીયલ મીડિયા પર શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર મલાલા સાથે પોતાની. એક તસ્વીર પોસ્ટ કરી હતી. જેના કેપશનમાં તેણે લખ્યું, " હેપી ગ્રેજ્યુએશન મલાલા! ફિલોસોફી, અર્થશાસ્ત્ર અને રાજકારણમાં સ્નાતક થવા બદલ તને શુભેચ્છાઓ, મને તારા પર ગર્વ છે."
19 જૂને મલાલાએ આ અંગે એક તસ્વીર શેર કરી માહિતી આપી હતી.
મલાલા યુસુફઝેઇ અફઘાનિસ્તાનની સ્વાત ખીણની રહેવાસી હતી જેને તાલિબાન કટ્ટરપંથીઓ દ્વારા શાળાએ જવા બદલ માથાના ભાગે ગોળી મારવામાં આવી હતી. આ ઘટના બાદ તાલિબાનોની ક્રૂરતાનો ચહેરો દુનિયા સમક્ષ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. તે નિર્ભયપણે તાલિબાનો સામે લડત લડી હતી અને કટ્ટરવાદી માનસિકતા સામે ટક્કર લઇ દુનિયા સમક્ષ પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડતા તેને નોબેલ શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવી હતી.