નેટફ્લિક્સ પ્રોજેક્ટ વિશે વાત કરતા પ્રિયંકાએ જણાવ્યું કે, અરવિંદ અડિગની વાર્તાને ફિલ્મમાં લાવવા માટે હું રમિન બહારાની તથા નેટફ્લિક્સ સાથે કામ કરવા ખુબ ઉત્સાહી છું.પ્રિયંકા ફિલ્મમાં એક્ઝીક્યૂટિવ પ્રોડયૂસરના રૂપમાં જોવા મળશે.તેમણે કહ્યું કે,હું આ ફિલ્મમાં પ્રથમ વખત રાજકુમાર રાવ સાથે કામ કરીશ અને ભારતમાં ફિલ્મ લાવવા માટે હું ખુબ ઉત્સાહી છું.
તો આ વિશે રાજકુમારે કહ્યું કે,હું આ ફિલ્મને લઇ ખુબ ઉત્સાહી છું.હું રામિનનો ખુબ મોટો ફેન છું.
"દ વ્હાઇટ ટાઇગર" એક સામાન્ય વ્યક્તિની સફળતાની વાર્તા છે.આ ફિલ્મની શૂટિંગ આ વર્ષના અંત સુધી થઇ શકે છે.