નવી દિલ્હીઃ બીઆર ચોપરાની સિરીયલ મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનાર અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું નિધન (Pravin kumar Sobti Passed Away) થયું છે. પ્રવીણ કુમાર 74 વર્ષના હતા. પ્રવીણ તેના વિશાળ કદ માટે જાણીતો હતો. તેને બોલિવૂડની ઘણી ફિલ્મોમાં (Pravin kumar Films) વિલનની ભૂમિકા ભજવી હતી. સાડા 6 ફૂટ ઊંચા પ્રવિણ કુમાર પંજાબી હતા.
પ્રવીણ કુમાર સ્પાઇનલ પ્રોબ્લેમ સામે લડી રહ્યાં હતા
ગયા વર્ષે ડિસેમ્બરમાં પ્રવીણ કુમારે કહ્યું હતું કે, તે લાંબા સમયથી ઘરમાં જ છે. તબિયત સારી નથી રહેતી અને ખાવામાં અનેક પ્રકારની સાવચેતી રાખવાની છે. પ્રવીણ કુમાર સ્પાઇનલ પ્રોબ્લેમ સામે લડી રહ્યા હતા. તેની પત્ની વીણા પ્રવીણ કુમારનું ધ્યાન રાખી રહી હતી અને તેની એક દીકરીના લગ્ન મુંબઈમાં કર્યાં છે.
આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં હતા
'મહાભારત'માં ભીમના રોલમાં પ્રવીણ કુમાર સોબતીએ ખુબ લોકપ્રિયતા મેળવી હતી. મૃત્યુ પહેલા પ્રવીણ કુમાર સોબતી આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા. તેમણે સરકારને મદદની અપીલ પણ કરી હતી.
આ પણ વાંચો: Lata mangeshkar Passed Away: લતાજીના એક ફેને કર્યું કઇક આવુ...તેના બીજા ફેનને મુકી દીધા પાછળ, જાણો કંઇ રીતે
પ્રવીણ હેમર અને ડિસ્ક થ્રો એથલીટ હતા
એક્ટિંગની દુનિયામાં અભિનય કરતા પહેલા પ્રવીણ હેમર અને ડિસ્ક થ્રો એથલીટ હતા. તેને એશિયન ગેમ્સમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ જીત્યો હતો. તેને એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. તેમને અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ખેલની દુનિયામાં નામ કમાયા બાદ તેને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ની નોકરી પણ મળી ગઈ હતી, પરંતુ થોડા વર્ષો પછી તેણે અભિનય કરવાનું મન બનાવી લીધું પછી તો તેને ક્યારેય પાછળ વળીને જોયું નથી.
70ના દાયકામાં એન્ટરટેઈનમેન્ટ દુનિયામાં પગ મૂક્યો
પ્રવીણે 70ના દાયકાના અંતમાં એન્ટરટેઈનમેન્ટ દુનિયામાં આગમન કર્યું હતું. તેની પ્રથમ બોલિવૂડ ફિલ્મ સાઈન કર્યાનું યાદ કરતા કહ્યું હતું કે, તે એક ટુર્નામેન્ટ માટે કાશ્મીરમાં હતો. તેમની પ્રથમ ભૂમિકા રવિકાંત નાગાઇચ દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. જેમાં તેમને કોઈ ડાયલોગ આપવામાં આવ્યા ન હતા.
પ્રવીણ એકમાત્ર એથ્લેટ હતો જેણે કોમનવેલ્થનું પ્રતિનિધિત્વ કર્યું હતું
પેન્શનને લઈને પ્રવીણ કુમારે કહ્યું હતું કે, તેમને પંજાબમાં જેટલી પણ સરકાર આવી એ બધાથી મને એક જ ફરિયાદ છે. એશિયન ગેમ્સ (Asian Games 2022) અથવા મેડલ જીતનારા તમામ ખેલાડીઓને પેન્શન આપવામાં આવ્યું હતું, પરંતુ તેણે વંચિત રખાયા હતા, જ્યારે સૌથી વધુ ગોલ્ડ મેડલ જીત્યા હતા. તે એકમાત્ર એથ્લેટ હતો જેણે કોમનવેલ્થનું (Commonwealth games 2022) પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમ છતાં પેન્શનના મામલે તેની સાથે સાવકી મા જેવું વર્તન કરવામાં આવ્યું હતું. જોકે, તેને BSF તરફથી પેન્શન મળી રહ્યું છે.
આ પણ વાંચો: Akshay Kumar met Pushkar Singh Dhami: અક્ષય કુમાર ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ને મળ્યો,જાણો કેમ?