મુબંઈઃ બોલ્ડ પાત્રોને લઈ જાણીતી અભિનેત્રી પુનમ પાંડેએ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા સામે બોમ્બે હાઈકોર્ટમાં કેસ નોંધાવ્યો છે. આ મામલો પૂનમ પાંડે જેટલી પુખ્ત વય ધરાવતા લોકો માટે બનાવવામાં આવેલી એપ્લિકેશન સંબંધિત છે.
પુનમ પાંડેએ રાજ કુન્દ્રા અને તેના વ્યવસાય ભાગીદાર સૌરભ કુશવાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં પૂનમ પાંડેએ આક્ષેપ કર્યો છે કે, છેલ્લા છ મહિનાથી તેમને દેશના ઘણા ભાગોમાંથી કોલ આવી રહ્યા છે, જેમાં અશ્લીલ વાતો કરવામાં આવે છે. જે એપ્લિકેશનના માધ્યમથી તેણીનીને કોલ આવે છે તે એપ્લિકેશનનું સંચાલન રાજ કુન્દ્રાની કંપની દ્વારા કરવામાં આવે છે. જેમની સાથે પૂનમે માર્ચ 2019માં કરાર કર્યો હતો.
પૂનમે આક્ષેપ કર્યો છે કે, રાજની કંપનીએ કરાર પૂરો થયા પછી પણ તેની એપ ચાલુ રાખી છે. તેમજ કંપનીએ તેનો અંગત નંબર એપ પર લીક કરી દીધો છે. જેના કારણે તેણીને અશ્લીલ કોલ્સ આવી રહ્યાં છે. અભિનેત્રીએ કહ્યું કે, ફરિયાદ નોંધાવવા માટે પોલીસનો સંપર્ક કર્યો હતો, પરંતુ પોલીસે ફરિયાદ નોંધવાનો ઈન્કાર કર્યો હતો. જેથી તેણીએ બોમ્બે હાઈકોર્ટ જઈ કેસ દાખલ કર્યો છે.
આ મામલે રાજ કુન્દ્રા અને તેમના સાથી સૈરભ કુશવાહ પુનમના આક્ષેપોને નકારી રહ્યાં છે. તેમનું કહેવું છે કે, આ મામલે અમને કોઈ નોટીસ મળી નથી. જો કે, રાજ કુન્દ્રાએ આ મામલે મીડિયા સમક્ષ વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, મને કોઈ પણ પ્રકારની નોટીસ મળી નથી. જ્યારે પૂનમ આ મામલે નિશ્ચિત છે. તેણીએ કહ્યું કે, 'મારો કેસ મજબૂત છે, હું ન્યાય માગી રહી છું. મને ખબર છે કે હું કેસ જીતીશ.'