ETV Bharat / sitara

PM મોદીએ બૉલીવુડ સિતારાઓને કરી અપીલ, ગાંઘીવિચારધારા ઉપર બનાવો ફિલ્મ - સ્ટેચ્યૂ ઓફ યૂનિટી

નવી દિલ્લી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મ ઉધોગના સેલિબ્રટીસ સાથે મુલાકાત કરી હતી. જેમાં શાહરુખાન, આમિર ખાન, અનુરાગ બાસુ, બોની કપુર અને સની દેઓલ સહિત અને સિતારાઓ હતા. જેમાં મોદીએ ગાંધી અને ગાંધીવાદ પર ફિલ્મ બનાવવાની અપીલ કરી હતી.

etv bharat
author img

By

Published : Oct 20, 2019, 8:29 PM IST

વડાપ્રધાન મોદીએ શનિવારે ફિલ્મ ઉધોગની હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે ગાંધી અને ગાંધીવાદ પર ફિલ્મ બનાવવાની અપીલ પણ કરી હતી.

મહાત્માગાંધીની 150 જયંતીની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન મોદી બોલીવુડ સેલિબ્રટિસને મળ્યા હતા.જેમાં શાહરુખાન, આમિરખાન, કંગના રંનૌત, જેકલીન ફર્નાડીઝ , ઈમ્તિયાઝ અલી, એકતા કપુર, અનુરાગ બાસુ, બોની કપુર અને સની દેઓલ પણ સામેલ હતા. બોલીવુડના કેટલાક દિગ્ગજો આ ઈવેન્ટમાં સામેલ થયા હતા. અને ગાંધી સાથે જોડાયેલા કાર્યક્રમને લઈ વિચારો વ્યક્ત કર્યા હતા. વડાપ્રધાન આવાસ 7, લોક કલ્યાણ માર્ગ પર નરેન્દ્ર મોદીએ આ દરમિયાન કહ્યું કે, ગાંધીના વિચાર સાદગીના પર્યાય છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સેલિબ્રટીસ

બેઠક દરમિયાન તેમને ફિલ્મ જગતના સેલિબ્રિટસ સાથે ડાંડીમાં બનેલા ગાંધી મ્યૂઝિયમ મુલાકાત કરવાની અપીલ કરી છે. મોદીએ કહ્યું કે, તમારે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની પણ મુલાકાત લેવી જોઈએ. જ્યાં દેશ અને દુનિયાથી લોકો મુલાકાત લેવા આવે છે. આ કાર્યક્રમ સાથે જોડાયેલી જાણકારી PMOના ટ્વિટર એકાઉન્ટ પર છે.

PM મોદીએ કહ્યુ કે, મહાત્માગાંધીના વિચારોને પ્રચારિત કરવા માટે ફિલ્મ અને ટેલિવિઝન જગત શાનદાર કામ કરી રહ્યું છે. ફિલ્મ અભિનેતા આમિર ખાને કહ્યુ કે, બાપૂના વિચારોથી પ્રેરિત કરવા માટે PMમોદીના પ્રયાસો માટે આભાર માનું છું. PM મોદીને વિશ્વાસ આપું છું કે, આ દિશામાં આપણે પ્રયાસ કરશું.

શાહરુખાન, આમિર , કંગના અને એકતા કપૂરે વિડીયો સંદેશમાં PM મોદીના વખાણ કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.