નવી દિલ્હીઃ સાઉદી અરેબિયાના રિયાધમાં આયોજિત જોય એવોર્ડ 2022માં (Joy Awards 2022) બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું સન્માન કરવામાં આવ્યું છે. જેની તસવીર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ (Salman Khan Instagram Account) પર સલમાને શેર કરી. જેમાં તે પર્સન ઓફ ધ યરનો એવોર્ડ (Person of the Year Award 2022) લઇ રહ્યો હોય તેવું દેખાઇ રહ્યું છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સલમાનનો વીડિયો વાયરલ
કેપ્શનમાં તેણે લખ્યું, "મારા ભાઈ બુ નાસર... તમારી સાથે મુલાકાત ખૂબ જ સુંદર રહી..@turkialalshik." સલમાનનો એક વિડિયો પણ ઇન્ટરનેટ પર છવાયા, જેમાં તે એક અભિનેતા તરીકેની તેની સફરને પ્રતિબિંબિત કરતા સ્પીચ આપે છે. તેઓ કહે છે કે, "તમે મને 12 વર્ષનો હતો, ત્યારથી જોઇ રહ્યાં છો, જ્યારે આજે 56 છે. આ સફર ખુબ ઝડપથી આગળ વધી ગઇ હોય તેવું લાગી રહ્યું છે". તેણે એવોર્ડ ફકંશનમાં દર્શાવવામાં આવેલા વિડિયો મોન્ટેજના સંદર્ભમાં જણાવ્યું હતું. જેમાં તેની કારકિર્દીની સફર હાઇલાઇટ્સ કરવામાં આવી હતી.
જનરલ એન્ટરટેઈનમેન્ટ ઓથોરિટી દ્વારા જોય એવોર્ડ્સ 2022નું આયોજન
સાઉદી અરેબિયાની જનરલ એન્ટરટેઈનમેન્ટ ઓથોરિટી દ્વારા આયોજિત, જોય એવોર્ડ્સ 2022 કલાત્મકમાં જેઓનું અમુલ્ય યોગદાન હોય તેને એવોર્ડ આપી તેનું સન્માન કરે છે. આ ઉપરાંત વિવિધ શૈલીઓ અને શ્રેણીઓમાં હસ્તીઓને પુરસ્કાર આપે છે.
આ પણ વાંચો: બિગ બોસ 15ની વિજેતા તેજસ્વીનું ઘરે કરાયું ગ્રાન્ડ વેલકમ- જુઓ વીડિયો
સલમાન અને જ્હોનની મુલાકાતનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ
સલમાન અને જ્હોનની મુલાકાતનો એક વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં સલમાન જ્હોનની ફિલ્મોમાં તેના અભિનયની પ્રશંસા કરતો જોવા મળે છે અને પોતાનો પરિચય પણ આપે છે. સલમાનને એમ કહે છે કે, "હું ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં કામ કરું છું. મારું નામ સલમાન ખાન છે." સલમાન અને જ્હોનના આ વીડિયોએ બધાનું ધ્યાન ખેંચ્યું છે.
આ પણ વાંચો: Bigg boss 15 Winner: જાણો 'બિગ બોસ 15'ની વિજેતા કોણ બની