ETV Bharat / sitara

'પાતાલ લોક' ટ્રેલરઃ ડ્રામાથી ભરપૂર ખૂની ખેલની એક ઝલક - પાતાળ લોક ટ્રેલર રિલીઝ

અનુષ્કા શર્માની એક નિર્માતા તરીકે પહેલી વેબ સિરીઝ 'પાતાળ લોક'નું થ્રિલર ટ્રેલર સોશિયલ મીડિયામાં રિલીઝ થયું છે. આ ટ્રેલરમાં સીરીઝમાં થનારા ખૂની ખેલ અને તેની સાતે જોડાયેલા ડ્રામાની એક ઝલક બતાવવામાં આવી છે.

Etv Bharat, Gujarati News, patal lok trailer
patal lok trailer
author img

By

Published : May 5, 2020, 2:15 PM IST

મુંબઇઃ બૉલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની ડેબ્યુ ડિજિટલ સીરીઝ 'પાતાળ લોક'નું ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ થયું છે. એમેઝોન પ્રાઇમ માટે નિર્મિત કરવામાં આવેલી થ્રિલર સિરિઝ ડ્રામાથી ભરપૂર છે.

આ શો ભારતીય માન્યતાઓમાં બતાવવામાં આવેલા 'સ્વર્ગ લોક', 'ધરતી લોક' અને 'પાતાલ લોક'ના સિદ્ધાંત પર આધારિત છે.

ટ્રેલરની શરૂઆતમાં જ આધુનિક દુનિયાના ત્રણ પાસાઓ વિશે જણાવવામાં આવ્યું છે, જેમાં બિઝનેસ ક્લાસના લોકો સ્વર્ગ લોક, વર્કિંગ ક્લાસના લોકો ધરતી લોક અને ગુનેગારો પાતાળ લોકના છે, તેમ જણાવવામાં આવ્યું છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ ટ્રેલરથી સ્ટોરી વિશે એટલો અંદાજો આવે છે કે, આ એક ફેમસ પત્રકારની હત્યાના પ્રયાસ વિશે છે.

ટ્રેલરમાં કાવતરામાં સામેલ શંકાસ્પદ લોકો અને ત્યારબાદ એક પોલીસ કર્મચારીની રજૂઆત કરવામાં આવે છે, જે આ ઉચ્ચ પ્રોફાઇલ કેસને ઉકેલવામાં રોકાયેલા છે. બાકી તે બધા વચ્ચે લોહિયાળ ઝઘડાની ઝલક છે, જેમાં પાત્રોના ઘણા વધુ સ્તરો પ્રગટ થાય છે.

અનુષ્કા શર્માની પ્રોડક્શન કંપની ક્લીન સ્લેટ ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ શ્રેણીમાં અભિષેક બેનર્જી, ગુલ પનાગ, જયદીપ આહલાવત અને નીરજ કબી મુખ્ય ભૂમિકામાં છે.

સુદીપ શર્માએ બનાવેલી આ રોમાંચક સીરીઝ 15 મેના રોજ એમેઝોન પ્રાઇમ પર જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.