ETV Bharat / sitara

કાલિન ભૈયાએ શેર કર્યું મિરઝાપુર-2નું પોસ્ટર, દર્શકોની આતુરતાનો અંત - ક્રાઇમ વેબસિરિઝ

દર્શકોની આતુરતાનો અંત આવ્યો છે. ચાહકો જે શ્રેણીની રાહ જોઇ રહ્યા છે તે વેબસિરિઝ મિરઝાપુર-2નું પોસ્ટર એક્ટર પંકજ ત્રિપાઠીએ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની દ્વારા નિર્મિત મિરઝાપુર સિઝન-2નું પ્રિમિયર 2 ઓક્ટોબરે રિલિઝ થશે.

mirzapur 2 poster
મિરઝાપુર -2
author img

By

Published : Sep 27, 2020, 6:43 PM IST

મુંબઈ: એક્ટર પંકજ ત્રિપાઠીએ રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મિરઝાપુર-2નું પોસ્ટર શેર કર્યું છે. દર્શકો આતુરતા પૂવર્ક મિરઝાપુરની રાહ જોઇ રહ્યા છે. પોસ્ટર રિલિઝ થયા બાદ ચાહકોની આતુરતા પણ ખૂટી છે.

દિગ્ગજ એક્ટર પંકજ ત્રિપાઠીએ ઇન્સ્ટાગ્રામ પર મિરઝાપુર-2નું પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરમાં મિરઝાપુરની લોહિયાળ અને બંદૂકોના શહેરની ભયાનક વાસ્તવિકતા દર્શાવે છે.

mirzapur 2 poster
પંકજ ત્રિપાઠીએ શેર કર્યું મિરઝાપુર-2નું પોસ્ટર

મિરઝાપુર-1 એમેઝોન પ્રાઇમ પર બહુચર્ચિત વેબ સિરિઝ છે. ત્યારે દર્શકો સિઝન-2ની રાહ છેલ્લા 2 વર્ષથી જોઇ રહ્યા હતા. તમને જણાવી દઇએ કે, આ સિરિઝ 23 ઓક્ટોબરે OTT પ્લેટફોર્મ પર રિલિઝ થશે. એમેઝોન પ્રાઇમ વીડિયોએ આ સિરિઝનો ખુલાસો એક ટિઝર દ્વારા કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, મિરઝાપુર એક ક્રાઇમ વેબ સિરિઝ છે. જેની કહાની ઉત્તર પ્રદેશના મિરઝાપુર પર આધારિત છે. વેબસિરિઝનો પહેલો ભાગ વર્ષ 2018માં રિલિઝ કરવામાં આવ્યો હતો.

મિરઝાપુર સિઝન-2માં દર્શકોને જૂના ચહેરાઓની સાથે નવા ચહેરા પણ જોવા મળશે. અલી ફઝલની સાથે પંકજ ત્રિપાઠી કાલિન ભૈયા અને દિવ્યેંદુ મુન્ના ત્રિપાઠીના રૂપમાં જોવા મળશે. સિઝન-2માં શ્વેતા ત્રિપાઠી, રસિકા દુગ્ગલ, હર્ષિતા ગૌડ, અમિત સિયાલ, અંજુમ શર્મા, શીબા ચઢ્ઢા, મનુ ઋષિ અને રાજેશ તૈલંગ જેવા સ્ટાર્સ પણ છે. નવા ચહેરોમાં તમને વિજય વર્મા, પ્રિયાંશુ પેન્યુલી અને ઇશા તલવાર જેવા સ્ટાર્સ જોવા મળશે.

આપને જણાવી દઇએ કે, એમેઝોન પ્રાઇમ વીડિયોએ મિરઝાપુરના ચાહકોને એક ભેટ આપી છે. દર્શકો મિરઝાપુર સિઝન-1 25 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ફ્રી જોઇ શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.