મુંબઇ: અભિનેતા નિકિતિન ધીર ટૂંક સમયમાં જ આવનારી વેબ સિરીઝ 'રક્તાંચ'માં નકારાત્મક પાત્રમાં જોવા મળશે અને તેમને આશા છે કે નવા વિલન અવતારમાં ચાહકો તેમની પ્રશંસા કરશે.
નિકિતિને શોમાં વસીમ ખાનની ભૂમિકા નિભાવી હતી, જેમાં ક્રાંતિ પ્રકાશ ઝાને વિજય સિંહની ભૂમિકામાં જોવા મળશે. નિકિતિને કહ્યું, "ઘાતકી, હિંસક અને સત્તાથી ભૂખ્યા- આ તે શબ્દો છે, જે હું મારા પાત્રનું વર્ણન કરવા માટે ઉપયોગ કરીશ. તેમની કહાનીમાં રસપ્રદ વાત એ છે કે, જ્યારે તેના અધિકારો પર ખતરો આવે છે, ત્યારે તે કેવી પ્રતિક્રિયા આપે છે.
તેમણે કહ્યું કે, મને આશા છે કે મારા ચાહકો આ નકારાત્મક ભૂમિકામાં મારી પ્રશંસા કરશે. અમે આ શોમાં વિજયસિંહ અને વસીમ ખાન તેની શક્તિઓનો ખોટો ઉપયોગ કરે છે તે બતાવ્યું છે.
પોતાની ભૂમિકા વિશે વાત કરતાં ક્રાંતિએ કહ્યું કે, "વિજયસિંહ સામાન્ય ગેંગસ્ટરના ગ્રાફને અનુસરતો નથી. તે પોતાના દુશ્મનનું ગુનાહિત સામ્રાજ્ય તોડવા માંગે છે. ગેંગસ્ટરને લઇને હું હંમેશાં ઉત્સુકત રહ્યો છું અને મને એવુ જ પાત્ર ભજવવાની તક મળી છે. આ શો 25 મેના રોજ એમએક્સ પ્લેયર પર આવશે.