ETV Bharat / sitara

કરણ જોહરને ખોટી રીતે ફસાવવા NCBએ ક્ષિતિજ પર દબાણ કર્યું : વકીલ સતીષ માનેશીંદે

NCBએ ધર્મા પ્રોડક્શનના પૂર્વ પ્રોડ્યૂસર ક્ષિતિજ પ્રસાદને રવિવારે કસ્ટડીમાં લઈ લીધો છે. હવે તેના વકીલ સતીષ માનશીંદેએ દાવો કર્યો છે કે, પૂછપરછ દરમિયાન એનસીબીએ ક્ષિતિજ પર કરણ જોહરનું નામ રાખવા દબાણ કર્યું હતું.

NCB
કરણ જોહરને ખોટી રીતે ફસાવવા NCBએ ક્ષિતિજ પર દબાણ કર્યું : વકીલ સતીષ માનેશીંદે
author img

By

Published : Sep 28, 2020, 1:13 PM IST

મુંભઇ : NCBએ રવિવારે ડ્રગ્સના મામલામાં ધર્મા પ્રોડક્શનના પૂર્વ પ્રોડ્યૂસર ક્ષિતિજ પ્રસાદને કસ્ટડીમાં લઇ લીધો છે. હવે તેના વકીલ સતીશ માનશિંદેએ દાવો કર્યો છે કે, એનસીબીની પૂછપરછ દરમિયાન ક્ષિતિજ પર કરણ જોહરનું નામ રાખવા દબાણ કરવામાં આવ્યું હતું.

આપને જણાવી દઇએ કે, આ સમયે કરણ જોહરની એક પાર્ટીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને લઇને એ વાતનો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાર્ટી દરમિયાન સ્ટાર્સ દ્વારા ડ્રગ્સનું સેવન કરવામાં આવ્યું હતું. એનસીબીની નજર આ પાર્ટી પર પણ છે.

આ કેસમાં કરણ જોહરના નામ પર ક્ષિતિજના વકીલે તેમની સાથે એનસીબીના ગેરવર્તનની વિગતો આપી હતી. તેમણે એનસીબી પર કેટલાંય આરોપ લગાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, ક્ષિતિજ રવિવારના મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટની સમક્ષ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજર થયા હતા. જ્યાં તેમને 3 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ક્ષિતિજના વકીલે જણાવ્યું કે, મજિસ્ટ્રેટની સમક્ષ હાજર થતાં પહેલાં ક્ષિતિજને બ્લેકમેઇલ કરવામાં આવ્યો હતો. આ સાથે ક્ષિતિજની સાથે દુરવ્યવહાર પણ કરવામાં આવ્યો હતો. વકીલના જણાવ્યા અનુસાર કોર્ટની સામે ક્ષિતિજે કહ્યું હતું કે, તેમને 24 સપ્ટેમ્બર 2020ના એનસીબી તરફથી કોલ આવ્યો હતો. તે ત્યારે દિલ્હીમાં હતો. એનસીબીએ જણાવ્યું કે, ક્ષિતિજની ફરિયાદ દાખલ કરીશું તેમજ તેના ઘરની તલાશી પણ કરવામાં આવશે. ત્યાં સુધી તેનું ઘર સીલ કરવામાં આવ્યું છે. 25 સપ્ટેમ્બરે ક્ષિતિજ મુંબઇ આવ્યો અને સવારે 9 વાગ્યે એનસીબીની હાજરીમાં પોતાના ઘરની અંદર ગયો. એનસીબીને ક્ષિતિજના ઘરની બાલકનીમાંથી સિગારેટના ટૂકડા સિવાય કશું મળ્યું નથી. વકીલે આગળ જણાવ્યું કે, એનસીબીની ટીમ સિગારેટના ટૂકડાને ગાંજો બતાવી રહી છે. જોકે, એવું કશું હતું નહી. તેણે ક્ષિતિજના વિરોધ કરવા પર પણ પંચનામું બનાવી દીધું હતું.

સતીશ માનશિંદેએ જણાવ્યું કે, ક્ષિતિજને 11:30 થી લઇને 6 વાગ્યા સુધી એનસીબી ઓફિસ બેસાડવામાં આવ્યો હતો. જોકે, તેના બંને મિત્રોની પૂછપરછ કરવામાં આવી હતી. તેમના મિત્રોએ જણાવ્યું કે, એનસીબીએ તેમને કહ્યું કે, તેઓ જો ક્ષિતિજ વિરૂદ્ધ બોલશે તો તેમને જવા દેવામાં આવશે, અને એવું બન્યું.

ક્ષિતિજના વકીલે એનસીબી અધિકારીઓ પર આરોપ લગાવ્યો કે, તેઓએ તેમના કલાઇન્ટના વિરોધ છતાં તેમના પર ખોટો આક્ષેપ કરવામાં આવ્યા હતા. ક્ષિતિજને તેના વકીલ સાથે વાત કરવાની પણ મંજૂરી નહોતી. તે દિવસે ક્ષિતિજને એનસીબી ઓફિસમાં જ રોકવામાં આવ્યા હતા.

બીજા દિવસે સમીર વાનખેડેને બીજા ઓફિસર્સની હાજરીમાં ક્ષિતિજને કહ્યું કે, તે ધર્મા પ્રોડક્શન સાથે જોડાયેલ હતો. તે માટે તે કરણ જોહર, સોમેલ મિશ્રા, રાખી, અપૂર્વા, નીરજના ડ્રગ્સ લેવાને લઇને ખોટું બોલશે તો તેને જવા દેવામાં આવશે. ક્ષિતિજે આવું કરવા પર મનાઇ કરી દીધા હતી. જ્યારે 48 કલાકના ત્રાસ બાદ ક્ષિતિજ ખૂબ થાકી ગયો હતો. તેમના વકીલ અથવા પરિવાર સાથે વાત કરવાની વિનંતી પર પણ એનસીબીએ ક્ષિતિજની કોઇ વાત સાંભળી નહોતી. સતત 50 કલાક સુધી ત્રાસ આપ્યા પછી ક્ષિતિજ કોઇ વ્યક્તિ સાથે વાત કરવાની સ્થિતિમાં નથી. બંને પક્ષની વાત સાંભળ્યા બાદ મેજિસ્ટ્રેટે ક્ષિતિજને 3 ઓક્ટોબર સુધી એનસીબી કસ્ટડીમાં રાખવાનો ચુકાદો આપ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.