- અભિનેતા વિવેક ઓબેરોયે તોડ્યો ટ્રાફિક નિયમ
- માસ્ક અને હેલ્મેટ વગર એક્ટર વિવેકનું કપાયું ચલણ
- અભિનેતાએ હાલમાં જ શરૂ કર્યું છે એક અભિયાન
નવી દિલ્લી: બોલિવુડ અભિનેતા વિવેક ઓબેરોય તેમના સારા કામોથી ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ આ વખતે તે એક અલગ કારણથી ચર્ચામાં છે. શુક્રવારે વિવેક ઓબેરોય માસ્ક અને હેલ્મેટ વગર બાઈક ચલાવતા પકડાયા હતા. તેના પછી અભિનેતા વિવેક ઓબેરોયની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
ચલણ અભિનેતાના ઘરે પહોંચ્યું
મુંબઈ પોલીસને સામાજિક કાર્યકર ડો. બીનુ વર્ગીસે ટ્વીટ પર આ વાતની ફરિયાદ કરી હતી કે, અભિનેતા વિવેક ઓબેરોય હેલ્મ્ટ અને માસ્ક વગર બાઈક ચલાવી રહ્યા હતા. આ ફરિયાદ પછી મુંબઈ પોલીસે તરત કાર્યવાહી હાથ ધરીને વિવેક પર IPC એક્ટ-188, 269, 129, 177 અને એપેડમિક એક્ટર કાનૂનના આધારે ફરિયાદ નોંધી છે. સાંતાક્રુઝ ટ્રાફિક પોલીસે વિવેકના ઘરે 500 રુપિયાનું ચલણ મોકલી આપ્યું. જેમાં તેમણે હેલ્મેટ નહોતો પહેર્યો તે વાત જણાવી હતી. આ બાબતની ફરિયાદ કરનારી વર્ગીસનું કહેવું છે કે, વિવેક ઓબેરોય વેલેન્ટાઈન ડેના દિવસે તેની પત્ની સાથે બાઈક લઈને ગયો હતો. આ સમયે તેને માસ્ક અને હેલ્મ્ટ પહેર્યું નહોતું.
અભિનેતા શિક્ષણ સહાય પણ આપશે
અભિનેતાએ એક અભિયાન શરૂ કર્યું છે. જેમાં તે વિદ્યાર્થીને મદદ કરવાનું કામ કરશે. સુત્રો દ્વારા એવું જાણવા મળશે કે, વિવેક 16 કરોડ રૂપિયા સુધીની સ્કોલરશિપ બાળકોને આપશે. વિવેકની આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતો અને ગરીબ બાળકોને મદદ કરવાનો છે. સુત્રો જણાવે છે કે આ સ્કોલરશિપ વિદ્યાર્થીને NEET અને JEEની પરીક્ષા પાસ કરવામાં મદદ કરશે.