મુંબઇ: બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ (Tiger Shroff ) વિરુદ્ધ કારણ વગર જાહેર જગ્યો પર ફરવા અને મહામારીના નિયમોનું ઉલ્લંઘન કરવા પર કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈ પોલીસના એક અધિકારીએ આ માહિતી આપી હતી.
અભિનેતા ટાઇગર શ્રોફ અને અભિનેત્રી દિશા પાટણી સામે ફરિયાદ
બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ (Tiger Shroff )અને અભિનેત્રી દિશા પાટણી (Disha Patani)સામે ફરિયાદ નોંધાઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંનેએ કોરોના મહામહારીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. દિશા અને ટાઇગર મુંબઇના બાંદ્રા વિસ્તારમાં એક કારમાં ફરતા જોવા મળ્યા હતા. જ્યારે પોલીસે તેમને ઘરેથી બહાર નીકળવાનું કારણ પૂછ્યું તો તેમને પાસે કોઇ જવાબ ન હતું.ત્યારે સ્થળ પર જ પોલીસે જરૂરી દસ્તાવેજો જોઇને તેમને ત્યાંથી મુક્ત કર્યા હતા, પરંતુ બાદમાં ટાઇગર અને દિશા સામે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ પણ વાંચો : વિદ્યા બાલન સ્ટારર 'શેરની' (Shreni) આ તારીખે થઇ રહી છે OTT પર રિલીઝ
બાંદ્રા બેન્ડસ્ટેન્ડ નજીક બન્નેની અટકાયત કરાઇ
મળતી માહિતી મુજબ ટાઇગર શ્રોફ અને દિશા પાટણી જીમ પછી ડ્રાઇવ પર નીકળ્યા હતા, જ્યાં નાકાબંધ દરમિયાન પોલીસે તેમને બાંદ્રા બેન્ડસ્ટેન્ડ નજીક અટકાવ્યા હતા.આ અંગે પોલીસે જણાવ્યું કે, કોઈ પણ કારણ વગર બપોરે 2 વાગ્યા પછી બહાર ફરવા પર પ્રતિબંધ છે.ત્યારે અભનિેતા અને અભિનેત્રી લોકડાઉન દરમિયાન ફરી રહ્યા હતા.અધિકારીએ જણાવ્યું કે, તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો : કરણ મેહરાએ પત્નિ નિશા રાવલ સાથે કરી મારામારી, જાણો આ અંગે શું કહ્યું નિશા રાવલે
દિશા પાટણી 'રાધે' ફિલ્મમાં જોવા મળી
દિશા પાટણી હાલ 'રાધે' ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં હતા. આ સિવાય તે 'એક વિલન 2' (Ek Villain 2) માં પણ જોવા મળશે. ત્યાં. ટાઇગર શ્રોફ Tiger Shroff) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને આ દ્વારા તે સતત ચાહકો સાથે જોડાયેલા રહે છે.