તિરૂવનન્તપુરમઃ સુપરસ્ટાર મોહનલાલ હાલમાં દેશમાં ચાલી રહેલા લૉકડાઉનને લીધે પોતાના ચેન્નઇવાળા ઘરમાં રહે છે. બુધવારે તેમણે કેરળના સ્વાસ્થય પ્રધાન કે.કે શૈલજા અને રાજ્યના 250 હેલ્થ પ્રોફેશનલ્સ સાથે વાતચીત કરી હતી અને સમાજ માટે કરવામાં આવી રહેલી મહેનતની સરાહના કરી હતી.
આ સમગ્ર વાતચીતની હાઇલાઇટ એ રહી કે, સુપરસ્ટારે સુપ્રસિદ્ધ મલયાલી ગીત 'લોકેમ મુજુવેન સુકેમ પાકેરાન અયી સ્નેહાદીપેમે મિઝી થુરેકૂ' પણ ગાયું હતું. જેને એ.પી ભાષ્કરણે નિર્દેશિત કર્યું હતું અને આ 1972માં રિલીઝ થયું હતું.
મોહનલાલે તમામ હેલ્થ વર્કર્સ દ્વારા કરવામાં આવી રહેલા કામોની સરાહના કરીને તેમના આ પ્રયત્નો બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તેમણે એ વાત પણ કરી હતી કે, આવનારો સમય ખૂબ જ મુશ્કેલભર્યો હશે.
આ વાતચીત દરમિયાન કન્નુર મેડિકલ કૉલેજના પ્રિંસિપલ એન.રોયે કહ્યું કે, મોહનલાલના ક્લાસમેટ રહી ચૂકેલા છે અને જ્યારે તે રાજ્યની રાજધાનીના સરકારી મૉડલ સ્કુલમાં ભણતા હતા અને તે વાત જાણીને સુપરસ્ટારને પણ ખૂબ જ ખુશી થઇ હતી.
સ્વાસ્થય પ્રધાનની વાત કરીએ તો શૈલેજાએ પોતાના તરફથી તમામ હેલ્થ પ્રોફેશનલ્સ સાથે વાતચીત કરવા માટે મોહનલાલનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ ઉપરાંત મોહનલાલે CM રિલીફ ફંડમાં 5 મિલિયનનું યોગદાન આપ્યું છે.