- લક્ષ્મણ ઉતેકર નિર્દેશિત ફિલ્મ મીમીનું ટ્રેલર રિલીઝ
- ક્રિતી સેનન ફિલ્મમાં સરોગેટ માતાની ભૂમિકા નિભાવશે
- ક્રિતી અને પંકજ ત્રિપાઠી પતિ-પત્નીની ભૂમિકા ભજવશે
હૈદરાબાદ: લક્ષ્મણ ઉતેકર નિર્દેશિત ફિલ્મ મીમીનું ટ્રેલર (Mimi Trailer) રિલીઝ થઈ ગયું છે. ક્રિતી સેનન (kriti sanon) ફિલ્મમાં સરોગેટ માતાની ભૂમિકા નિભાવતી જોવા મળશે. ફિલ્મના ટીઝર બાદ હવે આ ફિલ્મનું કોમેડી ભરેલું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં ક્રિતીની સ્ટોરી ટ્વિસ્ટ અને ટર્નથી ભરેલી બતાવવામાં આવી છે. મજાની વાત તો એ છે કે, પંકજ ત્રિપાઠી, જેમણે પિતા અને પુત્રીનો રોલ ભજવ્યો હતો, આ ફિલ્મમાં રોજ પતિ-પત્નીનો કિરદાર નિભાવતા જોવા મળશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
30 જુલાઈએ નેટફ્લિક્સ અને જિઓ સિનેમા પર થશે રિલીઝ
ક્રિતી સેનને તાજેતરમાં જ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ દ્વારા ફિલ્મનું એક ફની ટ્રેલર શેર કર્યું છે. આ શેર કરતાં, અભિનેત્રી લખે છે, મીમી ટ્રેઇલર. મીમીએ આ અણધાર્યા પ્રવાસ સિવાય બધી જ અપેક્ષા રાખી હતી. આ તમારા માટે મારી મીમી છે. તેના પરિવાર સાથે તેની અણધારી યાત્રાની કેટલીક ઝલક જુઓ. ટ્રેલરની સાથે માહિતી આપતાં અભિનેત્રીએ કહ્યું છે કે, આ ફિલ્મ 30 જુલાઇએ નેટફ્લિક્સ પર રીલીઝ થશે.
કૃતિ એક ગરીબ મસ્તમૌલા છોકરીની ભૂમિકામાં જોવા મળશે
ટ્રેલર જોઇને સ્પષ્ટ થઈ ગયું છે કે, ફિલ્મમાં કૃતિ એક ગરીબ મસ્તમૌલા છોકરીની ભૂમિકામાં છે, જે ડ્રાઈવરની વાતોમાં આવી વિદેશી મહિલા માટે સરોગેટ માતા બનવાની સંમતિ આપે છે. 20 લાખ રૂપિયાની લાલચમાં પંકજ ત્રિપાઠી પતિ બનવા માટે એક નાટક કરે છે, પરંતુ જ્યારે વિદેશી મહિલાએ તેઓ પાસેથી બાળક લેવાની ના પાડી ત્યારે તે બંનેના જીવનમાં સમસ્યાઓ ઉભી થાય છે. આ મુશ્કેલી વચ્ચે મીમી શું નિર્ણય લેશે અને તેણી દુનિયા સાથે કેવી રીતે સામનો કરશે, ફિલ્મ આ જ રસપ્રદ વાર્તા પર આધારીત હશે. દર્શકોની અપેક્ષાઓ પર ફિલ્મ કેવી રીતે ખરી ઉતરશે તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો: Instagarm Video: ચિંકી- મિંકી ડિસ્કો ડાન્સર લૂકમાં મસ્તી કરતી જોવા મળી, ગ્લેમરસ લૂક થયો વાયરલ
આ ફિલ્મ મરાઠી ફિલ્મ માલા આઈ વ્યાચીની હિન્દી રિમેક
કૃતિ સેનન ઉપરાંત પંકજ ત્રિપાઠી, સાંઇ તમ્હાકર, એલ્વિન એડવર્ડ, સુપ્રિયા પાઠક અને મનોજ પહવા જેવા ઘણા કલાકારો આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ મરાઠી ફિલ્મ માલા આઈ વ્યાચીની હિન્દી રિમેક બનવા જઈ રહી છે. આ ફિલ્મ અગાઉ થિયેટરોમાં રિલીઝ થવાની તૈયારીમાં હતી, જોકે કોવિડ -19 ના ત્રીજી લહેરને જોતાં હવે તે ડિજિટલ રીતે રજૂ કરવામાં આવી રહી છે.