સોના મહાપાત્રાના લખ્યું કે, “હું તમારી સાથે સહમત છું. આપણે ખૂબ જ લૈંગિકવાદી વિશ્વમાં જીવી રહ્યા છીએ. અનુ મલિક એક શિકારી છે. હું જ્યારે 21 વર્ષની હતી ત્યારે તેની વિચિત્ર હરકતોથી દૂર ભાગી હતી. તે પલંગ પર સૂતો હતો અને સ્ટુડિયોમાં મારી આંખો વિશે વાત કરતો હતો. અને હું મારી જાતને તે સ્થિતિમાં જવા દેવા નહોતી માંગતી તેથી હું ત્યાંથી બહાનું કરીને ભાગી કે મારી માતા નીચે રાહ જોવે છે. ત્યારબાદ તેણે મને મેસેજ કર્યો અને કોલ પણ કર્યા પરંતુ મે જવાબ આપવાનું જ બંધ કરી દીધું.તેણે લખ્યું કે, આ તે સમય હતો કે જ્યારે હું તેને મારી સીડી આપવા ગઈ હતી કે જેથી તે મને મારો અવાજ સાંભળીને કંઈક તક આપે. તે મારાથી ઘણા મોટા હતા અને તેણે એવું વર્તન ન કરવું જોઈએ કે જેવું તેણે કર્યું. નેહા ભસીને આગળ લખ્યું છે કે, ‘આ ઈન્ડસ્ટ્રી અને દુનિયા આવી ઘટનાઓને કારણે ઘરથી દૂર રહેતી એકલી છોકરીઓ માટે સુરક્ષિત સ્થાન નથી. આવા નરાધમ લોકો આપણી ઈન્ડસ્ટ્રી અંદર અને બહાર બંન્ને જગ્યાએ અસ્તિત્વમાં છે. પરંતુ આપણે આવા માણસોને આટલી સરળતાથી માફ કેવી રીતે કરીએ.શું આપણે અનુભૂતિ કરીએ છીએ કે એવું શું છે કે જે તેમને આપણા સન્માનને ખલેલ પહોંચાડવાની હિમંત આપે છે અને આપણે ઘરમાં બંધ કરી દે છે. આવી પરિસ્થિતિઓથી બચવા માટે મેં ઘણી વાર પોતાને છુપાવી છે. પરંતુ આવી વ્યક્તિ શા માટે સરળતાથી બહાર ફરી શકે છે અને આપણે શરમ અને ડરને લીધે આપણે ઘરના બંધ રૂમમાં પુરાઈ રહીએ છીએ?
નેહાએ લખ્યું છે કે, 'મે એ ખોટું બોલ્યું હતું કે મારી મા નીચે મારી રાહ જોઇ રહી છે. અને હું ત્યાંથી ભાગી આવી હતી. ત્યારબાદ તેમણે મને મેસેજ અને ફોન પણ કર્યો હતો. પરંતુ મેં તેમને પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દીધું હતું. હું તેમને એક સીડી આપવા માટે ગઇ હતી, મને એક ગીત ગાવાની તકની અપેક્ષા હતા. તેઓ ઉંમરમાં મોટા હતા અને તેમણે જે પ્રકારે વર્તન કરવું જોઇએ એવું ન હતું. અનુ મલિક એક વિકૃત માનસિકતાવાળા વ્યક્તિ છે.'