જી હા... "મુન્ના ભાઇ MBBS", "લગે રહો મુન્ના ભાઇ" તથા મરાઠી ફિલ્મોમાં બ્લોકબસ્ટર ફિલ્મ કરનાર અભિનેત્રી પ્રિયા બાપટને વિક્કી ખુબ જ હોટ લાગે છે. નાગેશ કુકુનૂરની વેબ સીરિઝમાં "સિટી ઓફ ડ્રિમ્સ"માં મુખ્ય પાત્ર ભજવનાર પ્રિયા, વિક્કી કૌશલને મળવા માંગે છે. તેની ઇચ્છા છે કે, તે વિક્કી સાથે ફિલ્મમાં કામ પણ કરે.
તમને જણાવી દઇએ કે "મસાન", "સંજૂ" તથા "લવ પર સ્કાયર ફૂટ"માં વિક્કીના અભિનયથી તે તેની ફેન બની ગઇ છે. જો કે, વિક્કી કૌશલના ફક્ત અભિનયથી જ નહીં પરતું તે તેના સ્વૈગ તથા તેની પર્સનાલિટી ઉપર પણ ફિદા છે.