ગુલઝારનો જન્મ 18 ઓગસ્ટ 1934ના રોજ બ્રિટિશ ભારતમાં આવેલ પંજાબ (હાલ પાકિસ્તાન)ના ઝેલમ જિલ્લાના દીના ગામમાં થયો હતો. ગુલઝાર તેમના પિતાની બીજી પત્નીના એક માત્ર બાળક છે. તેમની માતાનુ મૃત્યુ તેમના બાળપણ થયુ. ગુલઝાર તેમના નવ ભાઈ-બહેનોમાં ચોથા નંબરના હતા. ભારત-પાકિસ્તાનના ભાગલા પછી તેમનો પરિવાર પંજાબ (હાલ ભારત)ના અમૃતસર આવીને સ્થાયી થય ગયા ત્યાથી ગુલઝાર સાહેબ મુંબઈ ચાલીયા આવ્યા.
"તુઝે પહચાનુગા કૈસે? તુઝે દેખા હી નહીં, ઢુઢા કરતા હૂઁ તુમ્હે, અપને ચેહરે મેં કહી... લોગ કહતે હૈ મેરી આખે મેરી 'માઁ' સી હૈ..." - ગુલઝાર સાહેબ
ફિલ્મી સફરઃ
ગુલઝાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નસીબ અજમાવ્યા પહેલા મુંબઈના વર્લીમાં એક ગેરેજમાં મેકેનિકનું કામ કરવા લાગ્યા હતા. આ કામથી તેમને થોડા રૂપિયા મળી જતા અને ખાલી સમયમાં કવિતાઓ લખવા માટેનો સમય મળી જતો હતો. ગુલઝાર શરૂઆતથી પુસ્તક સાથે સંકળાયેલા છે. તેમણે એક સપનું જોયુ લેખક બનવાનું અને પોતાનુ લેખક બનવાનુ સપનું સાકાર કરી બતાવ્યું.
"ચાંદ રાતો કે ખ્વાબ ઉમ્ર ભર કી નીંદ માંગતે હૈ!" - ગુલઝાર સાહેબ
ગુલઝાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શરુઆતના સમયમાં તેમણે બિમલ રાય, ઋષિકેશ મુખર્જી અને હેમંદ કુમારના સહાયક તરીકે કામ કર્યુ, ત્યાર બાદ 1963માં આવેલ બિમલ રાયની ફિલ્મ 'બંદની' માટે ગુલઝારે પોતાનું પ્રથમ ગીત લખ્યું. ફિલ્માં ગીતો લખવાને સાથે તેમણે ધણી ફિલ્મો લખી અને 1971માં 'મેરે અપને' પ્રથમ ફિલ્મનું નિદર્શન કર્યું. ત્યાર પછી ગુલઝાર સાહેબે પાછડ ફરીને જોયુ નહી અને એક પછી એક હીટ ફિલ્મો અને ગીતો આપતા ગયા. જેના કારણે ફિલ્મી દુનિયામાં 1970નો દશકો ગુલઝાર સાહેબના નામે રહ્યો.
"તારિફ... અપને આપ કી કરના ફિજુલ હૈં, ખુશ્બુ...ખુદ બતા દેતી હૈ કોન સા ફુલ હૈં." - ગુલઝાર સાહેબ
લગ્ન જીવનઃ
ગુલઝાર સાહેબે 1973માં અભિનેત્રી રાખી સાથે પ્રેમલગ્ન કર્યા. ડિસેમ્બર 1973માં ગુલઝાર એક પુત્રીના પિતા બન્યા. થોડા સમય બાદ ગુલઝાર અને રાખીના સંબંધને કોઈની નજર લાગી અને વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ પરંતુ છેલ્લી ઘડીએ અમુક સારા લોકોએ બન્નેને જુદા-જુદા ન શક્તા હોવાથી તે લોકોએ બન્ને સમજાવવામાં આવ્યા અને તેમની પુત્રી જીવન ખરાબ ન થાય તેથી બન્નેએ સમજૂતી કરી લીધી.
"ઝગડે ભી બચ્ચો કી તરહ હોતે હૈં, ઉસે પાલતે રહે તો બડે હો જાતા હૈં..." - ગુલઝાર સાહેબ
પુરસ્કારોઃ
ગુલઝાર સાહેબને 1978માં ફિલ્મ 'ઘરોંડા'ના ગીત'દો દિવાને શહેર મેં' માટે ફિલ્મફેર પુરસ્કાર શ્રેષ્ઠ ગીતકારનો પ્રથમ વખત પુરસ્કાર આપવામાં આવ્યો, ત્યાર બાદ તેમને 1980, 1981 , 1984, 1989, 1992, 1999, 2003, 2006, 2011 અને 2013માં ફિલ્મફેર પુરસ્કાર શ્રેષ્ઠ ગીતકાર માટે સન્માનિત કરવામાં આવ્યા છે.
"કિસી બડી ખુશી કે ઇતજાર મેં હમ યે છોટી છોટી ખુશિયોં કે મૌકે ખો દેતે હૈં." - ગુલઝાર સાહેબ
ગુલઝાર સાહેબને 1976માં 'માસુમ' ફિલ્મ માટે ફિલ્મફેર પુરસ્કાર શ્રેષ્ઠ નિદર્શન પ્રથમ વખત પુરસ્કાર આપવામાં આવ્યો છે. 2002માં સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. 2004માં ભારત સરકાર દ્વારા કલા ક્ષેત્રે પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. 2009માં અંગ્રેજી ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર'ના ગીત 'જય હો' માટે ઓસ્કાર (બેસ્ટ ઓરિજિનલ સોંગ) પુરસ્કારથી અને 2010માં ગ્રેમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. 2013માં દાદા સાહેબ ફાળકેનાં પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
"મિલના તો બહુત કુછ હૈ ઈસ જિંદગી મેં... બસ હમ ગિનતી ઉસી કી કરતે હૈ જો હાસિલ ના હો સકા..." - ગુલઝાર સાહેબ