લિસાએ 2 ફોટા શેર કર્યા છે, જેમાં એક અસલી આર્ટ વર્કની છે અને બીજી તસવીરમાં 'સાહો'નું પોસ્ટર છે. જેમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂર નજરે ચડી રહ્યા છે. લિસાએ લખ્યું છે કે, આપણે આગળ આવીને બોલવું જોઈએ. આ મેકર્સને અરીસો બતાવવો જોઈએ કે તેમણે જે કર્યું તે યોગ્ય નથી. આ બિગ બજેટની ફિલ્મના નિર્માણમાં શીલોની અસલ તસવીરને જેમ-તેમ વાપરવામાં આવી છે. આ પ્રેરણા નહીં, પરંતુ ચોરી છે જે વિશ્વમાં ક્યાંય પણ સ્વીકાર્ય નથી.
નિર્માતાઓએ ક્યાંય પણ કલાકારનો સંપર્ક કરવાની, તેની પરવાનગી લેવાની અથવા ક્રેડિટ લેવાની જરૂરિયાત પડી નથી. જે બિલકુલ બરાબર નથી. આ ફોટો ફિલ્માના ગીક 'બેબી વોન્ટ યુ ટેલ મી'ના એક પોસ્ટરની છે. જેના બેકગ્રાઉન્ડમાં સરખું જ આર્ટ વર્ક છે. લીસાએ હિન્દી ફિલ્મ ઉદ્યોગ પર કટાક્ષ કરતાં કહ્યું હતુ કે, કથિત પ્રેરણાના નામે બીજી વાર્તાઓને ચોરી કરીને આગળ વધી રહી છે. લિસાએ એક સવાલ સાથે આ પોસ્ટ પૂર્ણ કરી હતી કે, જો કોઈ ચોર તમારા ઘરમાં ઘૂસી જાય અને તમારી સૌથી કિંમતી સંપત્તિ લઈ જાય તો તમને કેવું લાગે છે? જો કે' સાહો 'ના મેકર્સે હજુ સુધી લિસાના આ આરોપો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.