ઇશા દેઓલે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર રાધ્યા અને પોતાના કેટલાક ફોટોઝ અને એક વીડિયો શેર કરતાં લખ્યું કે, રાધ્યાનો ફર્સ્ટ રેમ્પવોક છે. જ્યારે તે લેકમે ફેશન વીકમાં આવી ત્યારે બેહદ ગ્લેમરસ અંદાજમાં દેખાઈ હતી. તેણે બ્લેક જેકેટ સાથે શૉર્ટ્સમાં એશા બહુ સુંદર લાગતી હતી. તેની સાથે તેની દીકરી રાધ્યા પણ હતી. બંને રેમ્પ પર કેટવોક કરતા ઓડિયન્સે તાળીઓ પાડી હતી. ઓડિયન્સમાં ઈશાનો પતિ ભરત તખ્તાની પણ બેઠો હતો. જેણે પત્ની અને દીકરીને ચીયર કર્યું હતું. રાધ્યા સાથેના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતા ઇશાએ કેપ્શન આપ્યું હતું કે રાધ્યાનું ફર્સ્ટ રેમ્પ વૉક.

તમને જણાવી દઇએ કે ઇશાએ 10 જૂના રોજ બીજી પુત્રીને જન્મ આપ્યો છે. ઇશાએ પોતાના ઇંસ્ટાગ્રામ પર પુત્રીના બર્થની જાણકારી આપતા એક પોસ્ટ કરી હતી. ઇશા અને પતિ ભરત તખ્તાનીએ પુત્રીનું નામ માયરા રાખ્યું છે. ઇશા અને ભરતે વર્ષ 2010માં લગ્ન કર્યા હતા.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">