મુંબઈ: ‘સોશિયલ મીડિયા એક બનાવટી દુનિયા છે જ્યાંની તમામ વસ્તુઓ ઝેરીલી છે.’ ક્રિતીએ જણાવ્યું હતું.
અભિનેત્રી ક્રિતી સેનને બુધવારે ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખી હતી જેમાં તેણે સુશાંતના નિધનને લઈને મીડિયા, પત્રકારો, તેમજ સોશીયલ મીડિયા યુઝર્સની પ્રવૃત્તિઓ પર નિશાન સાધ્યું હતું.
"આ વસ્તુ વિચિત્ર કહેવાય કે હંમેશા તમારા વિશે ટ્રોલિંગ, ગોસીપ, ચટપટી ખબરો લખવા વાળા વાળા લોકો તમારા દુનિયામાંથી ગયા બાદ અચાનક સકારાત્મક અને સુંદર વિચારો લખવા માંડે છે.
- View this post on Instagram
There are a lot of thoughts crossing my mind.. A LOT! But for now this is all i wanna say!🙏🏻
">
સોશિયલ મીડિયા સૌથી બનાવટી, ઝેરીલી દુનિયા છે. જ્યાં તમે RIP ન લખો અથવા કોઈના ગયાનો શોક જાહેર ન કરો તો એવું માનવામાં આવે છે કે તમે દુઃખી નથી. જાણે સોશીયલ મીડિયાની દુનિયા જ સાચી દુનિયા છે બીજી કોઈ દુનિયાનુ અસ્તિત્વ જ નથી." ક્રિતીએ લખ્યું.
ઉલ્લેખનીય છે કે, ક્રિતી તેના કુટુંબ સાથે સુશાંતની અંતિમવિધિમાં ઉપસ્થિત હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"કારની બારી પર ધક્કા મારી મારીને કહેવું કે મેડમ બારી નીચે કરો, તમારી તસ્વીર લેવી છે! આ ખૂબ જ વાહિયાત કૃત્ય છે. અંતિમવિધિ એ ખૂબ જ અંગત ઘટના છે. મહેરબાની કરીને તમારુ કામ કરવાની સાથે માનવતાનો પણ વિચાર કરો.”
હું મીડિયાને વિનંતી કરું છું કે આવી જગ્યાએ થોડું અંતર જાળવવું અથવા ઉપસ્થિત જ ન રહેવુ. તારાની ચમક અને ગ્લેમર પાછળ અમે પણ સામાન્ય મનુષ્ય જ છીએ તે ન ભૂલશો.
દોષારોપણનો કોઈ અંત નથી, કોઈના પણ વિશે ખરાબ વાતો ફેલાવવાનું બંધ કરો. અહીં દરેક જણ પોતપોતાની લડાઈ લડી રહ્યું છે. આથી કોઈના વિશે ચુગલી કરવી, નકારાત્મકતા ફેલાવવી એ તમારી ખરાબ છાપ ઉભી કરે છે. અમારી નહી."
ઉલ્લેખનીય છે કે ક્રિતીએ સુશાંત સાથે ફિલ્મ ‘રાબતા’ માં કામ કર્યું હતું.