મુંબઈ: કોરોના વાઈરસ કોરોના કરણ જોહરના ઘર સુધી પહોંચી ગયો છે. કરણ જોહરના ઘરે કામ કરતા બે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કરણે આ વિશે ટ્વિટર પર માહિતી આપી હતી.
કરણ જોહરે જણાવ્યું કે, તેના ઘરમાં કામ કરતા બે લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કરણે ટ્વીટ કર્યું કે, મારા બંને ઘરઘાટીને કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમને બિલ્ડિંગમાં અલગ ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા. આ અંગે BMCને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.
કરણ જોહરે આગળ લખ્યું કે, 'અમારું આખું કુટુંબ અને સ્ટાફ સંપૂર્ણ સલામત છે, અને કોઈનામાં પણ કોરોનાના લક્ષણો જોવા મળતા નથી. અમે સવારે રિપોર્ટ પણ કરાવ્યા હતા. આ નેગેટિવ આવ્યા છે, પરંતુ અમે આગામી 14 દિવસો સુધી સેલ્ફ આઈસોલેટેડ કરી દીધા છે. .
ઉલ્લેખનીય છે કે, 25 મે સોમવારે કરણ જોહરનો જન્મદિવસ હતો. બોલિવૂડના તમામ સ્ટાર્સે કરણ જોહરને તેના સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
આ અગાઉ બોલીવુડ અભિનેતા કિરણ કુમાર પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. 74 વર્ષના કિરણે તાજેતરમાં તેમનો મેડિકલ ચેકએપ કરાવ્યું હતું, જેમાં તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ રિપોર્ટ બાદ હાલમાં તેમને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો છે.
કિરણ કુમાર પહેલા બોલીવુડના અન્ય સિતારા પણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આમાં પહેલું નામ બોલિવૂડ સિંગર કનિકા કપૂરનું છે. તેમના પછી, નિર્માતા કરીમ મોરાની, તેની બંને પુત્રીઓ શાજા અને જોઆ મોરાની કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. યોગ્ય સમયે સારવાર અને સાવચેતીના કારણે ત્રણેય જલ્દીથી સ્વસ્થ થયા હતા.