મંડીઃ મંગળવારે સાંજે કંગના રનૌત મંડીના પોતાના ઘરે પહોંચી હતી, જ્યાં તેમણે બીજી વાર કોરોના તપાસ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. સ્વાસ્થ્ય વિભાગ બલદ્વાડાની ટીમે તેના ભાંબલા સ્થિત ઘરે પહોંચીને તેના સેમ્પલ લીધા હતા. જેમાં કંગનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
વધુમાં જણાવીએ તો આ પહેલા મનાલીમાં કંગનાના કોરોના માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. જો કે, કંગનાની બહેન રંગોલી અને તેમના સેક્રેટરીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કંગના રનૌતનો આજે (બુધવારે) મુંબઇ જવાનો કાર્યક્રમ છે.
કંગના હવે થોડી જ વારમાં ચંદીગઢ માટે રવાના થશે. હાલ કંગના પોતાના ઘરે જ છે. મંગળવારે બપોરે કંગના પોતાના પરિવારની સાથે Y પ્લસ શ્રેણીની સુરક્ષા સાથે મનાલીવાળા ઘરેથી મંડી સ્થિત પોતાના ઘર માટે નીકળી હતી.
મંગળવારે સાંજે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ કંગનાના મુંબઇ જવા પર અનેક પ્રશ્નો થયા હતા, પરંતુ રાત્રે સ્વાસ્થય વિભાગની ટીમે કંગનાના ઘરે પહોંચીને ફરી એકવાર સેમ્પલ લીધા હતા, જેનો રિપોર્ટ મોડી રાત્રે નેગેટિવ આવ્યો છે અને હવે કંગનાનો મુંબઇ જવા પરનો વિચાર દૂર થયો છે.