મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત જે સોશિયલ મીડિયા (Social Media) પર તેના વિવાદિત નિવેદનને લઇને ચર્ચામાં રહતી હોય છે, ત્યારે હાલ કંગનાએ દીપિકા પાદુકોણની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ગહરાઇયાંને (Kangana trolls Gehraiyaan) લઇને કોમેન્ટ કરી છે. જાણો કોમેન્ટ વિશે
કંગનાએ કહ્યું..
કંગનાએ શનિવારે તેના ઇન્સ્ટાગ્રામ (Kangana Ranuat Instagram Account) પર એક પોસ્ટ કરી અને લખ્યું કે, હજારો વર્ષ ભલે થઇ જાય, પરંતુ હું આ પ્રકારના રોમાંસને સારી રીતે ઓળખું છું અને તેને સમજું છું,...સહસ્ત્રાબ્દી/નવા યુગ/શહેરી મૂવીના નામે કચરો વેચશો નહીં. આખરે ખરાબ ફિલ્મો જ રહેવાની છે. તેને કોઈ પણ પ્રકારની સ્ક્રીન શો કે, પોર્નોગ્રાફીથી બચાવી શકાતી નથી. આ એક હકીકત છે કોઇ 'ગહરાઇયાં'ની વાત નથી. આ સાથે તેણે 1965ની ફિલ્મ 'હિમાલય કી ગોડ મેં'ની એક વીડિયો ક્લિપ પણ શેર કરી છે. આ દરમિયાન, યામી ગૌતમ અને સાન્યા મલ્હોત્રા જેવા અન્ય કલાકારોએ સોશિયલ મીડિયા પર ફિલ્મની પ્રશંસા કરી છે.
આ પણ વાંચો: IPL 2022: આઇપીએલ ઓકશનમાં આર્યન ખાન અને સુહાના ખાન નજર આવ્યાં, જુઓ તસવીરો
ફિલ્મનો કોનસેપ્ટ બોલિવૂડમાં અલગ જ છે
જણાવીએ કે, શકુન બત્રા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ગહરાઇયાં'માં અભિનેત્રી અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય કારવા અને દિપીકા પાદુકોણ છે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શન દ્વારા બેંકરોલ કરવામાં આવેલી આ ફિલ્મ 11 ફેબ્રુઆરી એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરવામાં આવી હતી.