ETV Bharat / sitara

કંગનાનું નવું સોપાન: મનાલીમાં શરૂ કરશે કેફે અને રેસ્ટોરન્ટ - રાષ્ટ્રીય સમાચાર

પ્રખ્યાત અભિનેત્રી કંગના રાનૌત ટૂંક સમયમાં પર્યટન શહેર મનાલીમાં એક રેસ્ટોરન્ટ અને કેફે બનાવશે. પોતાના નિવેદનના કારણે વિવાદમાં રહેલી કંગના રાનૌતે પર્યટન શહેર મનાલીના સિંસા ગામમાં એક મકાન બનાવ્યું છે. હવે તે રેસ્ટોરન્ટ અને કાફે પણ ખોલવા જઈ રહી છે.

મનાલીમાં શરૂ કરશે કેફે અને રેસ્ટોરન્ટ કંગના રાનૌત
મનાલીમાં શરૂ કરશે કેફે અને રેસ્ટોરન્ટકંગના રાનૌત
author img

By

Published : Feb 24, 2021, 1:03 PM IST

  • કંગનાએ રેસ્ટોરન્ટ અને કેફે માટે મનાલીમાં કેટલીક જગ્યાઓનું નિરીક્ષણ કર્યું
  • રાનૌતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ માહિતી શેર કરી છે
  • ટૂંક સમયમાં મનાલીમાં કાફે માટે બાંધકામ શરૂ કરવામાં આવશે

કુલ્લુ (હિમાચલ પ્રદેશ): બૉલિવુડની જાણીતી અભિનેત્રી કંગના રાનૌત ટૂંક સમયમાં પર્યટન શહેર મનાલીમાં એક રેસ્ટોરન્ટ અને કેફે બનાવશે. કંગનાએ આ માટે મનાલીમાં કેટલીક જગ્યાઓનું નિરીક્ષણ પણ કર્યું છે. આ સાથે જ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ આ માહિતી શેર કરવામાં આવી છે.

કંગનાની રેસ્ટોરન્ટ ટૂંક સમયમાં થશે શરૂ

પોતાના નિવેદનના કારણે વિવાદમાં રહેલી કંગના રાનૌતે પર્યટન શહેર મનાલીના સિંસા ગામમાં એક મકાન બનાવ્યું છે. હવે તે રેસ્ટોરન્ટ અને કાફે પણ ખોલવા જઈ રહી છે. મંગળવારે તેણે મનાલી નજીક રેસ્ટોરન્ટ માટે એક સ્થળ જોયું અને તેની ટીમ અને બહેન સાથે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, ટૂંક સમયમાં કાફે માટે બાંધકામ શરૂ કરવામાં આવશે.

અભિનેત્રી કંગના રાનૌત મનાલીમાં શરૂ કરશે રેસ્ટોરન્ટ અને કેફે

કંગનાએ જમીન ખરીદીને મનાલીમાં મકાન ખરીદ્યું હતું

નોંધપાત્ર વાત એ છે કે, કંગનાએ મનાલીમાં એક ઘર બનાવ્યું છે. ત્યારે દાવો કરવામાં આવે છે કે આ મકાન 30 કરોડનું છે. મળતી માહિતી મુજબ, કંગનાએ અહીં 10 કરોડમાં જમીન ખરીદી હતી અને તે પછી અહીં એક મકાન બનાવવામાં આવ્યું હતું, જેની કિંમત 20 કરોડ છે. કંગનાના આ લક્ઝરી બંગલામાં 8 બેડરૂમ છે. આ ઉપરાંત અહીં ડાઇનિંગ રૂમ, ફાયર પ્લેસ, જિમ, યોગ રૂમ પણ છે. બીએમસીએ મુંબઈમાં કંગનાનું કાર્યાલય તોડ્યાં બાદ અને સુશાંતસિંહ રાજપૂતની શંકાસ્પદ મોતથી કંગના વિવાદોમાં રહી છે. તેઓ દરરોજ કોઈને કોઈ પ્રકારનું નિવેદન આપતા રહે છે. કંગના છેલ્લા છ મહિનાથી સતત સમાચારોમાં રહે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.