મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી કાજોલએ નવા આવનારા કલાકારો માટે એક ખાસ ટીપ શેર કરતા કહ્યું કે,' હંમેશા ઓરીજનલ બની રેહવું જોઈએ.' કાજોલએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફેન્સ અને ફોલોઅર્સ સાથે એક ચેટ સેશન આયોજન કર્યું હતું.
જેમાં એક યુઝર્સએ નવા કલાકારો માટે તમારા મતે શુ સલાહ આપશો, તે અંગે પૂછ્યુ હતું. અભીનેત્રીએ જવાબ આપતા કહ્યું કે, ‘ પ્લીઝ, ઓરીજનલ બન્યા રહો, કોઈની પણ કોપી ન કરો ’
![કાજોલએ લાઈવ ચેટ દરમિયાન અપકમિંગ એક્ટર્સને ઓરીજનલ બની રહેવાની સલાહ આપી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7716572_kajol-5.jpg)
બીજા યુઝર્સએ પૂછ્યુ કે, લોકોની ટીકા અને નફરતનો કેવી રીતે સામનો કરો છો ?
આ અંગે અભિનેત્રીએ કહ્યું કે,' નફરત સામે લડી નથી શકાતુ, બસ હંમેશા ખુશ રેહવું અને પોઝિટિવ વિચારો રાખવા' આ સેશન દરમિયાન અભિનેત્રીએ ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
![કાજોલએ લાઈવ ચેટ દરમિયાન અપકમિંગ એક્ટર્સને ઓરીજનલ બની રહેવાની સલાહ આપી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7716572_kajol-3.jpg)
અભિનેત્રીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે આવનારા સમયમાં ફિલ્મ ‘ત્રિભંગા’ થી ડિજિટલમાં ડેબ્યુ કરશે, જે રેણુકા શહાને દ્વારા દિગ્દર્શિત છે.