ETV Bharat / sitara

સૈફ અને તબ્બુની 'જવાની જાનેમન'ની રિલીઝ ડેટમાં ફેરફાર, આ દિવસે આવશે ફિલ્મ

મુંબઇ: અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી તબ્બુની આગામી ફિલ્મ 'જવાની જાનેમન' જે અગાઉ 29 નવેમ્બરના રોજ રિલીઝ થવાની હતી. આ ફિલ્મ હવે આવતા વર્ષે 7 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. નિર્માતાઓએ આ ફિલ્મની રિલીઝની તારીખ લંબાવી છે. તરણ આદર્શે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ વિશે માહિતી આપી છે.

સૈફ અને તબ્બુની 'જવાની જાનેમન'ની રિલીઝ ડેટ લંબાવાઇ
author img

By

Published : Nov 21, 2019, 4:20 PM IST

સૈફ અલી ખાન અને તબ્બુ સ્ટારર ફિલ્મ 'જવાની જાનેમન'ની રિલીઝ ડેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ફિલ્મ નિર્માતાઓએ તેની રિલીઝની તારીખ લંબાવી છે. હવે આ ફિલ્મ આવતા વર્ષે 7 ફેબ્રુઆરી 2020ના રોજ રિલીઝ થશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી આપતા તેની સાથે કેપ્શનમાં લખ્યું, "નવી રીલિઝ ડેટ, નીતિન કક્કર દિગ્દર્શિત જવાની જાનેમન હવે 7 ફેબ્રુઆરી 2020ના રોજ રીલિઝ થશે."

પૂજા બેદીની પુત્રી આલિયા ફર્નિચરવાલા આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. સૈફ અને તબ્બુ અગાઉ 1999માં આવેલી ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'માં સાથે કામ કરી ચૂક્યા છે. નીતિન કક્કરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું નિર્માણ જેકી ભગનાની, સૈફની બ્લેક નાઈટ ફિલ્મ્સ અને જય શેવરમાની નોર્ધન લાઈટ્સ ફિલ્મ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આ ફિલ્મ સિવાય સૈફ 'તાનાજી: ધ અનસંગ વોરિયર'માં પણ જોવા મળશે. જેમાં અજય દેવગણ મુખ્ય ભૂમિકામાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.