ETV Bharat / sitara

બોલિવુડના કિંગખાન અને તાપસી પન્નૂની જોડી પ્રથમ વખત ફિલ્મમાં એકસાથે જોવા મળશે - tapsee pannu news

રાજકુમાર હિરાણી અને શાહરુખ ખાનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મમાં તાપસી પન્નૂ લીડ રોલમાં જોવા મળી શકે છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન એક પ્રવાસીની ભૂમિકા ભજવશે જે પંજાબથી કેનેડા જાય છે. આ એક કોમેડી ફિલ્મ છે.

બોલિવુડના કિંગખાન અને તાપસી પન્નૂની જોડી પ્રથમ વખત ફિલ્મમાં એકસાથે જોવા મળશે

author img

By

Published : Feb 23, 2021, 2:54 PM IST

  • તાપસી પન્નૂએ રાજકુમાર હિરાણીની ફિલ્મ સાઈન કરી
  • બોલિવુડના કિંગખાન શાહરુખ ખાન સાથે લીડ રોલમાં જોવા આવશે
  • રાજકુમાર હિરાણી-શાહરુખની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ છે

હૈદરાબાદઃ તાપસી પન્નૂ એક પછી એક ફિલ્મોને સાઈન કરી રહી છે, તેમણે ફિલ્મ નિર્માતા રાજકુમાર હિરાણીની ફિલ્મ સાઈન કરી લીધી છે. આ ફિલ્મમાં તેઓ બોલિવુડના કિંગખાન શાહરુખ ખાન સાથે લીડ રોલમાં જોવા આવશે. આ ફિલ્મ રાજકુમાર હિરાણી-શાહરુખની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ છે. રાજકુમાર હિરાણીની સાથે શાહરુખ ખાનની આ ફિલ્મ સૈથી વધુ ચર્ચીત ફિલ્મોમાંથી એક છે. લાંબા સમયથી આ ફિલ્મ ચર્ચામાં રહી હતી. પરંતુ અધિકૃત રીતે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. સુત્ર મુજબ આ ફિલ્મ એક કોમેડી ફિલ્મ છે. શાહરૂખ ખાન એક પ્રવાસીની ભૂમિકા ભજવશે જે પંજાબથી કેનેડા જાય છે.

તાપસીએ આગામી ફિલ્મ 'દોબારા'નું શૂટિંગ શરૂ કર્યું

સુત્ર મુજબ આ ફિલ્મની ઘણા સમયથી રાહ જોવાઈ રહી છે તેના માટે તાપસી પન્નૂને સાઈન કરી લેવામાં આવી છે. તાપસી પન્નુ અને શાહરુખ ખાન એક સાથે રુપેરી પર્દા પર જોવા મળશે જે પ્રથમ વખત થશે. તાપસીએ સોમવારે પોતાની આગામી ફિલ્મ 'દોબારા'નું શૂટિંગ શરૂ કરી દીધુ છે. નવા જમાનાની આ થ્રિલર ફિલ્મનું નિર્દેશન અનુરાગ કશ્યપ કરી રહ્યાં છે. તાપની પન્નૂ 'રશ્મિ રોકેટ', 'લૂપ લપેટા', 'દિસરૂબા' 'શાબાશ મિટ્ઠુ' અને 'વો લાડકી હૈ' જેવી ફિલ્મોમાં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.