ETV Bharat / sitara

ન્યૂ યોર્કમાં પ્રિયંકા ચોપરાએ પોતાના જ રેસ્ટોરાંમાં ઉઠાવી પાણીપુરીની મજા - priyanka visits kitchen of restaurant

બોલિવુડ અને હોલિવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા હંમેશા પોતાના નવા લુક, પોતાના અંગત જીવન અને ફિલ્મોના કારણે ચર્ચામાં રહે છે. ત્યારે પ્રિયંકા ચોપરાએ પોતાના ફેન્સ માટે એક નવા અંદાજમાં સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા છે. આ વખતે પ્રિયંકાએ પોતાના રેસ્ટોરાં 'સોના'ની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તે પાણીપુરી ખાતા જોવા મળી રહી છે. જોકે, ફેન્સે પ્રિયંકાનો આ અંદાજ પહેલી વખત જોતાં ફેન્સ ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા.

ન્યૂ યોર્કમાં પ્રિયંકા ચોપરાએ પોતાના જ રેસ્ટોરાંમાં ઉઠાવી પાણીપુરીની મજા

author img

By

Published : Jun 28, 2021, 1:02 PM IST

  • પ્રિયંકા ચોપરાએ પોતાનાં જ રેસ્ટોરામાં ખાધી પાણીપુરી
  • પ્રિયંકાએ પોતાના ફોટોઝ સોશિયલ મીડિયા પર કર્યા શેર
  • પ્રિયંકાએ ન્યૂ યોર્કમાં પોતાના રેસ્ટોરાં 'સોના'ની લીધી મુલાકાત

આ પણ વાંચો- શ્વેતા બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર તેમના બાળપણનો વીડિયો શેર કર્યો

અમદાવાદઃ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ વર્ષ 2021માં અમેરિકાના ન્યૂ યોર્ક સિટીમાં 'સોના' રેસ્ટોરાં શરૂ કર્યું હતું. જોકે, આ રેસ્ટોરા શરૂ થયા પછી પ્રિયંકા પહેલી વખત આ રેસ્ટોરાંની મુલાકાતે પહોંચી હતી. અહીં પ્રિયંકાએ પાણીપુરી જેવી અનેક વાનગીઓનો સ્વાદ ચાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ રેસ્ટોરામાં ભારતીય ખાણીપીણી પીરસવામાં આવે છે. એટલે અહીં રહેતા ભારતીયો માટે આ રેસ્ટોરાંમાં જવું ખૂબ જ મજાની વાત છે.

પ્રિયંકાએ ન્યૂ યોર્કમાં પોતાના રેસ્ટોરાં 'સોના'ની લીધી મુલાકાત

આ પણ વાંચો- Sanjay Leela Bhansaliની 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના શુટિંગના અંતિમ દિવસે Alia Bhatt થઈ ભાવુક

પ્રિયંકાએ રેસ્ટોરાંના સ્ટાફ સાથે રસોડાની પણ મુલાકાત લીધી
પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ પર પોતાના પાણીપુરી ખાતા ફોટોઝ શેર કર્યા હતા. આપને જણાવી દઈએ કે, પ્રિયંકા અનેક વખત કહી ચૂકી છે કે, તે ખૂબ જ ફૂડી છે. તેને અલગ અલગ વાનગી ખાવી ખૂબ જ પસંદ છે. પ્રિયંકા પોતાના રેસ્ટોરાંની મુલાકાતે પહોંચી તે દરમિયાને તેણે રેસ્ટોરાંના સ્ટાફ સાથે મુલાકાત કરી હતી. આ ફોટોઝ શેર કરતી વખતે પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું હતું કે, મારા નામનું પ્રાઈવેટ ડાઈનિંગ રૂમ, મિમીથી, સુંદર ઈન્ટિરિયર ડિઝાઈન સુધી, ઈન્ડિયન આર્ટિસ્ટ્સની સ્ટનિંગ આર્ટ અને યમી ફૂડ એન્ડ ડ્રિન્ક્સ, સોનાનો અનુભવ ખૂબ જ શાનદાર અને અલગ હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.