ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તરે શનિવારે શિબાની દાંડેકર સાથે લગ્ન (Farhan Akhatr And Shibani Dandekar Wedding) કરી લીધા છે. આ પ્રસંગે લગ્નમાં પરિવાર, સંબંધીઓ, મિત્રો અને કેટલાક બોલિવૂડ સેલેબ્સ પહોંચ્યા હતા, ત્યારે ફરહાનના મિત્ર અને બોલિવૂડ એક્ટર હ્હ્રિતિકરોશને લગ્નમાં જોરદાર ડાન્સ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
યુઝર્સે સોશિયલ મીડિયા પર કોમેન્ટો કરી
આ વાયરલ થઈ રહેલા વિડિયોમાં જોઈ શકાય છે કે, હૃતિક રોશન કુર્તા-પાયજામાંમાં ફરહાન અખ્તર સાથે તેની જ ફિલ્મ ઝિંદગી ના મિલેગી દોબારાના હિટ ગીત સેનોરીટા પર જોરદાર ડાન્સ કરી રહ્યો છે. આ પહેલા યુઝર્સે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફરહાન અને શિબાનીના લગ્નની તસવીરોથી અનુમાન લગાવવાનું શરૂ કર્યું હતું. શિબાનીએ લગ્નમાં રેડ-ક્રીમ કોમ્બિનેશન ગાઉન પહેર્યું હતું. શિબાનીની તસવીરો જોઈને યુઝર્સ ચોંકી ગયા છે.
આ પણ વાંચો: The Kashmir Files Trailer Release date: 'ધ કાશ્મીર ફાઇલ્સ'નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ
યુઝર્સે કહ્યું...
તમને જણાવી દઈએ કે, જે તસવીરો સામે આવી છે તેમાં શિબાનીનું પેટ બહાર નીકળતું જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં યુઝર્સ કોમેન્ટ કરવામાં પાછળ ન હતા. ઘણા યુઝર્સ પૂછી રહ્યા હતા કે, શું શિબાની પ્રેગ્નન્ટ છે? તો ત્યાં એક યુઝરે લખ્યું, 'મને સમજાતું નથી... લગ્ન માટે કે પ્રેગ્નન્સી માટે અભિનંદન'. એક યુઝરે સીધું લખ્યું કે, 'શિબાની પ્રેગ્નન્ટ છે'.
ફરહાન-શિબાનીના લગ્નમાં આપી હતી બોલિવૂડ સેલેબ્સે
શનિવારે સંપન્ન થયેલા ફરહાન-શિબાનીના લગ્નમાં હ્રિતિક રોશન તેની માતા પિંકી અને પિતા રાકેશ રોશન સાથે પહોંચ્યો હતો. આ સાથે અન્ય બોલિવૂડ સેલેબ્સ ઉપરાંત, ફિલ્મ નિર્માતા આશુતોષ ગોવારિકર, સતીશ કૌશિક, અભિનેત્રી રિયા ચક્રવર્તી, અભિનેતા સમીર કોચર અને સાકિબ સલીમે પણ લગ્નમાં દસ્તક આપી હતી.
આ પણ વાંચો: Sahrukh Khan Upcoming Films: 'પઠાણ'ના એલાન પહેલા શાહરૂખ ખાનનો લૂક થયો વાયરલ, ચાહકો થયા બેકાબૂ