ETV Bharat / sitara

બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જીની હાલત ગંભીર

વરિષ્ઠ બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જી કોરોના ચેપથી મુક્ત થયા હતા. જે બાદ તેમનું સ્વાસ્થ અચાનક ફરીથી ખરાબ થતા તેમની હાલત ગંભીર છે. તેમના પ્લેટલેટ્સની સંખ્યામાં ઘટાડો થયો છે. અભિનેતા કોમામાં પણ જઇ શકે છે. હાલ ડોકટરો સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

author img

By

Published : Oct 26, 2020, 10:42 AM IST

સૌમિત્ર  ચેટર્જી
સૌમિત્ર ચેટર્જી
  • બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જીની હાલત ગંભીર
  • અભિનેતા સૌમિત્ર ચેટર્જીને હોસ્પિટલમાં દાખલ કરાયા
  • તબીબો રાખી રહ્યા છે સ્વાસ્થ્ય પર નજર

કોલકાતા: વરિષ્ઠ બંગાળી અભિનેતા સૌમિત્રા ચેટર્જીની હાલત રવિવારે વધુ ગંભીર બની હતી. તેની હાલત નાજુક છે. એક ખાનગી હોસ્પિટલના ડોક્ટરે કહ્યું કે, 85 વર્ષીય કલાકારને સારવારથી કોઈ અસર થઈ રહી નથી અને છેલ્લા 24 કલાકમાં તેમના પ્લેટલેટની સંખ્યામાં વધુ ઘટાડો થયો છે.

અભિનેતાનો કોરોના રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ

હોસ્પિટલના સિનિયર ડોક્ટરે કહ્યું, તેઓ હાલ બેભાન હાલતમાં છે. તેમના પર સારવારની અસર નથી થઇ રહી, તેમની હાલત ખૂબ જ નાજુક છે.

માનવામાં આવે છે કે ચેટર્જીના લોહીમાં યુરિયા અને સોડિયમની માત્રા વધુ વધી છે. અભિનેતાની ઉંમર અને અગાઉની અન્ય બીમારીઓ ડોકટરો માટે ચિંતાનો વિષય છે.

ડોક્ટરે કહ્યું કે તેમના ફેફસાં અને હૃદય યોગ્ય કામ કરી રહ્યા છે. તેમનું બ્લડ પ્રેશર પણ સામાન્ય છે. ચેટર્જીને કોવિડ -19 નો ચેપ લાગ્યાો હતો જે બાદ 6 ઓક્ટોબરના રોજ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.