ન્યૂઝ ડેસ્ક: આજે સોમવારે રાણી તેનો જન્મદિવસ (Rani Mukharji Birthday) સેલિબ્રેટ કરી રહી છે. રાની મુખર્જીનો જન્મ 21 માર્ચ 1978ના મુંબઇમાં થયો હતો. રાની મુખર્જીના પિતા રામ મુખર્જી વિખ્યાત ડાયરેક્ટર હતા, જ્યારે તેની માતા કૃષ્ણા મુખર્જી એક પ્લેબેક સિંગર હતા, ત્યારે એ જાણવુ મહત્વનું રહ્યું કે રાની મુખર્જી ક્યારેય એક્ટર બનવા માંગતી ન હતી (Rani Mukharji Secret). આ સંજોગોમાં રાનીએ તેની માતાના કહેવાથી ફિલ્મની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.
આ પણ વાંચો: ફિલ્મ RRRના પ્રમોશન માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોચ્યાં જુનિયર NTR, રામચરણ અને એસએસ રાજામૌલી
રાનીએ આ વ્યકિતના કહેવા પર ફિલ્મોમાં કામ કર્યુ: રાની મુખર્જીએ વર્ષ 1996માં તેની માતાના કહેવા પર તેના કરિયરની શરૂઆત બંગાળી ફિલ્મ 'બિયેર ફુલ'થી કરી ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ તેના પિતાએ જ બનાવી હતી. આ બાદ આ ફિલ્મ હિંદીમાં 'રાજા કી આયેગી બારાત' જેમાં રાની મુખર્જીજ મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી, પરંતુ રાણી મુખર્જીની ખરી પ્રતિભા તો ફિલ્મ 'ગુલામ'થી મળી હતી અને આ ફિલ્મમાં રાની આમિર ખાન સાથે જોવા મળી હતી.
રાની મુખર્જીના જીવનનો ટર્નિંગ પોઇન્ટ: આ બાદ વર્ષ 1998 રાની મુખર્જી માટે એક ટર્નિંગ પોઇન્ટ આવ્યો હતો. રાની મુખર્જીએ 'ફિલ્મ કુછ કુછ હોતા હૈ' માં ટીનાના પાત્રમાં નજર આવી હતી. આ ફિલ્મે તેને રાતો રાતો એક સ્ટાર બનાવી દીધી હતી. આ બાદ તો રાની મુખર્જીએ એક પછી એક બાદલ, બિચ્છૂ, હે રામ, હર દિલ જો પ્યાર કરેગા, કહી પ્યાર ના હો જાયે, જેવી દમદાર ફિલ્મોમાં કામ કર્યુ હતું. રાની મુખર્જીની ફિલ્મ 'હે રામ' તો ઓસ્કરમાં પણ મોકલાય હતી. જોકે આ ફિલ્મ તેમાં સિલેક્ટ થઇ ન હતી.
રાની છેલ્લે આ ફિલ્મમાં જોવા મળી: આ પ્રકારની રાની મુખર્જીની બોલિવૂડમાં સફર રહી છે. આ ફિલ્મો સાથે રાની મુખર્જીએ ફિલ્મી દુનિયામાં પોતાની છાપ અને ઓળખ બનાવી છે. રાની મુખર્જી છેલ્લે ફિલ્મ 'મર્દાની 2'માં જોવા મળી હતી.
આ પણ વાંચો: samantha stunts in yashoda: આગામી ફિલ્મ યશોદા માટે સામંથાએ શરૂ કર્યા એક્શન સિક્વન્સ