- આજે શ્રીદેવીનો જન્મદિવસ
- બોલીવુડ સાથે સાઉથની ફિલ્મમો કામ
- માત્ર 4 વર્ષની વયથી કરતા હતા કામ
ન્યુઝ ડેસ્ક: બોલીવુડની ચાંદની શ્રીદેવીએ પોતાના સમયમાં બોલીવુડમાં રાજ કર્યું હતું. તેમને બોલીવુડની પહેલી મહિલા સુપરસ્ટારનું ટેગ આપવામાં આવ્યું હતું. શ્રીદેવીનો જન્મ 13 ઓગસ્ટ 1963માં થયો હતો અને માત્ર 4 વર્ષની વયે તેમણે બોલીવુડમાં પગ મુક્યો હતો. બોલીવુડમાં ધાક જમાવતા પહેલા તેમણે સાઉથ ભારત ફિલ્મ જગતમાં ઘમાલ મચાવી હતી.
હોલીવુડની ઓફરને ના પાડી
શ્રીદેવીનુ સાચુ નામ અમ્મા યંગર અયપ્પન હતુ. કામમાં સફળતા બાદ તેમને હોલીવુડના ઘણા ઓફર મળ્યા હતા. હોલીવુડના સ્ટીનવન સ્લિપબર્ગે શ્રીદેવીને જુરાસિક પાર્કમાં એક નાનો રોલ ઓફર કર્યો હતો પણ ત્યારે તેમણે કહ્યું હતું કે તેમની સ્ટાર્ડમ પ્રમાણે રોલ ઘણો નાનો છે.
આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં યોજાનારી રોકાણકાર પરિષદને કરશે સંબોધિત
13ની વયે બની હતી મા
શ્રીદેવી એક સાઉથ એક્ટર હતી અને તેમને હિન્દી બોલવામાં તકલીફ પડતી હતી. જો તમને ખબર હોય તો આખરી રસ્તામાં શ્રીદેવનો અવાજ રેખાએ ડબ કર્યો હતો. તેમને જાણીને નવાઈ લાગશે કે શ્રીદેવીએ માત્ર 13 વર્ષની વયે રજનીકાંતની માતાનો રોલ ભજવ્યો હતો.
આ પણ વાંચો: સપ્તાહના છેલ્લા દિવસે Share Marketની મજબૂત શરૂઆત, નિફ્ટી 16,400ને પાર
103 ડિગ્રી તાવ સાથે કર્યો ડાંસ
શ્રીદેવીની મોટાભાગની ફિલ્મો હિટ રહી છે. આ ફિલ્મ ચલબાઝ (1989) માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું સુપરહિટ ગીત 'ના જાને કહાં સે આયી હૈ' આજે પણ લોકોના હોઠ પર છે. શું તમે જાણો છો કે આ ગીતના શૂટિંગ દરમિયાન શ્રીદેવીને 103 ડિગ્રી તાવ હતો. શ્રીદેવીએ દિયર અનિલ કપૂર સાથે વધુમાં વધુ ફિલ્મો કરી. આ જ કારણ હતું કે શ્રીદેવીએ અનિલ કપૂર સાથે ફિલ્મ 'બેટા' કરવાની ના પાડી. ફિલ્મમાં શ્રીદેવીની જગ્યાએ માધુરી દીક્ષિતને લેવામાં આવી હતી અને ફિલ્મ હિટ સાબિત થઈ હતી.