ETV Bharat / sitara

અભિનેતા વિજય રાજની ધરપકડ, ક્રુ મેમ્બર સાથે છેડતીનો આરોપ

અભિનેતા વિજય રાજ પર મહિલા ક્રૂ સભ્યની છેડતીનો આરોપ છે. વિજય રાજની મહારાષ્ટ્રના ગોંડિયાથી ધરપકડ કરવામાં આવી હતી. માહીતી મુજબ, વિજય રાજે મધ્ય પ્રદેશમાં શેરની સેટ પર મહિલા ક્રૂ સભ્યની સાથે છેડતી કરી હતી. શેરની ફિલ્મમાં વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં છે.

author img

By

Published : Nov 3, 2020, 8:33 PM IST

અભિનેતા વિજય રાજની ધરપકડ
અભિનેતા વિજય રાજની ધરપકડ
  • અભિનેતા વિજય રાજની ધરપકડ
  • ક્રુ મેમ્બર સાથે છેડતીનો આરોપ
  • મહારાષ્ટ્રના ગોંડિયાથી ધરપકડ

મુંબઇ : ફિલ્મ 'રન'માં તેના 'કૌવા બિરયાની' સીનથી લોકપ્રિય બનેલા અભિનેતા વિજય રાજની પોલીસે મહારાષ્ટ્રના ગોંડિયા જિલ્લામાંથી ધરપકડ કરી છે. વિજય રાજ ​​પર ફિલ્મના સેટ પર એક મહિલા ક્રુ મેમ્બરની સાથે છેડતીનો આરોપ છે.

મહિલા ક્રુ મેમ્બરે નોંધાવી ફરિયાદ

અભિનેતા સામે IPSની કલમ 354 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વિજય રાજ ​​તેની ટીમ સાથે મધ્યપ્રદેશના બાલાઘાટ ખાતે હતા, જ્યાં તેઓ તેની આગામી ફિલ્મ 'શેરની'ના શૂટિંગ માટે પહોંચ્યા હતા. સમાચાર અનુસાર સોમવારે મહિલાની ફરિયાદના આધારે પોલીસે મંગળવારે સવારે રામનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને અભિનેતાની ધરપકડ કરી હતી.

અતુલ કુલકર્ણીનું નિવેદન

અભિનેતા વિજય રાજની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. માહિતી અનુસાર, અભિનેતા પર મહિલા ક્રૂ સભ્યની છેડતીનો આરોપ છે. વિજય રાજની મહારાષ્ટ્રના ગોંડિયાથી ધરપકડ કરવામાં આવી હતી. એડિશનલ એસપી અતુલ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, અભિનેતા સામે કેસ નોંધવામાં આવ્યો છે.

આ આગાઉ પણ થઇ છે ધરપકડ

આ અગાઉ અભિનેતાની 2005 માં ધરપકડ પણ કરવામાં આવી હતી. તે સમયે દુબઈમાં ડ્રગ્સ રાખવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, બાદમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.