ન્યૂઝ ડેસ્ક: આલિયા ભટ્ટના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આજે ગુરુવારે આલિયા ભટ્ટની ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી'ની રિલીઝ (Gangubai Kathiyavadi Release Date) પર રોકની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ ઈન્દિરા બેનર્જી અને જસ્ટિસ જેકે મહેશ્વરીની બેન્ચે ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી'ની રિલીઝને લીલી ઝંડી આપી દીધી છે. આ ફિલ્મ 25 ફેબ્રુઆરીએ એટલે કે આવતી કાલે ઘમાલ મચાવા જઇ રહી છે.
બાબુજી રાવ શાહે કરી હતી અરજી, જાણો કોણે છે તે
બાબુજી રાવ શાહ નામના વ્યક્તિએ કોર્ટમાં અરજી કરીને પોતાને ગંગુબાઈના દત્તક પુત્ર તરીકે જાહેર કર્યા હતા. અરજીમાં શાહે કોર્ટને કહ્યું હતું કે, ફિલ્મમાં તેમની માતા ગંગૂબાઈની છવિને હાનિ (GANGUBAI FAMILY CLAIM SANJAY LEELA BHANSALI ) પહોંચડવામાં આવી છે. ઉપરાંત ફિલ્મ અને પુસ્તકમાં ગંગૂબાઈને વેશ્યા, વેશ્યાલયની કેયર ટેકર અને માફિયા ક્વીન તરીકે આલેખવામાં આવી છે.
ડિફેન્સે કરી આ દલીલ
જોકે ડિફેન્સ તરફથી ફિલ્મના નિર્દેશક સંજય લીલા ભણસાલીના વકીલ આર્યમા સુંદરમે કોર્ટમાં એવી દલીલ પેશ કરી હતી કે, ન તો ફિલ્મ હજુ સુધી રિલીઝ થઈ છે અને ન તો અરજદારે જોઈ છે. વકીલે પોતાની દલીલમાં વધુમાં કહ્યું કે, ફિલ્મમાં ગંગૂબાઈની છવિ સાથે કોઈ છેડછાડ નથી થઇ. આ સંજોગોમાં કોર્ટે શાહની અરજી પણ ફગાવી દીધી હતી કારણ કે તે પોતાને ગંગૂબાઈના દત્તક પુત્ર તરીકે સાબિત કરી શક્યો ન હતો.
આ પણ વાંચો: ટ્વિટર પીયરીયુ તો કોર્ટ બન્યુ સાસરીયુ:કંગનાને ફરી કોર્ટનું ફરમાન, ટાઈમ મેગેઝીનની દાદીએ કરી ફરીયાદ
સંજય લીલા ભણસાલી તેની માતાનું સન્માન કરે છે, પરંતુ અન્યની માતાનું નહીં: બબીતા ગૌરે
આ પહેલા ગંગૂબાઈની પુત્રી બબીતા અને પૌત્રી વિકાસ ગૌરે ફિલ્મના નિર્દેશક સંજય લીલા ભણસાલી પર ગંગૂબાઈની ઈમેજને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. ગંગુબાઈની પૌત્રીએ કહ્યું હતું કે, સંજય લીલા ભણસાલી તેની માતાનું સન્માન કરે છે, પરંતુ અન્યની માતાનું નહીં.
કમાઠીપુરાના લોકોની આપવિતી
આ સાથે ગંગૂબાઈની પુત્રી બબીતાએ કહ્યું હતું કે, કમાઠીપુરામાં તેની માતાને ગંગુબાઈ નહીં, પરંતુ ગંગુ માં તરીકે બોલાવામાં આવતી હતી. આ ઉપરાંત, કમાઠીપુરાના લોકોએ પણ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધની માંગણી કરી હતી. કમાઠીપુરાના લોકોનું કહેવું છે કે, ફિલ્મમાં કમાઠીપુરાને એવી રીતે રજૂ કરવાનો પ્રયાસ કરાયો છે કે, હવે લોકો આ વિસ્તારને લાલ બત્તીથી જોઈ રહ્યા હોય.
આ પણ વાંચો: કંગના રનૌતે કરેલી કોમેન્ટ પર આલિયા ભટ્ટે આપ્યો કરારો જવાબ