- તારક મહેતા... સિરયલની બબીતાની મુશ્કેલીમાં વધારો થયો
- મુંબઈ પોલીસે મુનમુન દત્તા સામે નોંધી ફરિયાદ
- મુનમુન દત્તા પર કોઈક સમુદાય સામે જાતિવાદી શબ્દોનો ઉપયોગ કરવાનો આક્ષેપ
હૈદરાબાદઃ લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલની અભિનેત્રી મુનમુન દત્તા સામે જાતિવાદી શબ્દનો ઉપયોગ કરવા બદલ મુંબઈ પોલીસે FIR નોંધી છે. એટલે કે મુનમુન દત્તાની મુશ્કેલીઓમાં ઘટાડો થવાનું નામ નથી લઈ રહ્યું. કેટલાક દિવસ પેહલા એક વીડિયોમાં તેણે કોઈક સમુદાય વિરૂદ્ધ જાતિવાદી શબ્દોનો ઉપયોગ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેને લઈને તે ઘણી વિવાદમાં જોવા મળી હતી. હવે મુંબઈ પોલીસે પણ તેની સામે ફરિયાદ નોંધી છે.
આ પણ વાંચો- અભિનેત્રી મુનમુન દત્તા વિરુદ્ધ નોંધાઈ અમદાવાદમાં પોલીસ ફરિયાદ
કેટલાક લોકોએ ટ્વિટર પર હેશટેગ ચલાવી અભિનેત્રીની ધરપકડની માગ કરી હતી
ઉલ્લેખનીય છે કે, એક વીડિયોમાં મુનમુન મેકઅપની વાત કરી રહી હતી, જ્યાં તેણે કોઈક સમુદાય અંગે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ ટ્વિટર પર તેના વિરુદ્ધ વિરોધ શરૂ થઈ ગયો હતો. લોકો હેશટેગ ચલાવીને તેની ધરપકડની માગ કરી રહ્યા હતા. તો બીજી તરફ મુનમુન દત્તાએ આ અંગે પોતાનો પક્ષ મુક્યો હતો કે તેના આ શબ્દનો ઉપયોગ કરવો એ કોઈને દુઃખ પહોંચાડવાનો નહતો. જોકે, તેની માફી તરફ કોઈએ ધ્યાન નહતું આપ્યું.
આ પણ વાંચો- તારક મહેતા ફેમ મૂનમુન દત્તાએ કરી જાતિગત ટિપ્પણી બાદ વાલ્મિકી સમાજમાં રોષ, જામનગર મામલતદારને આપ્યું આવેદનપત્ર
રણદીપ હુડ્ડા પણ વિવાદમાં સપડાયો
આપને જણાવી દઈએ કે, રણદીપ હુડ્ડા પણ આવા જ એક વિવાદથી ઘેરાયેલા છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, જેમાં તે માયાવતી નામની મહિલા પર જોક્સ સંભળાવે છે. વીડિયો સામે આવતા કેટલાક યુઝર્સે રણદીપ હુડ્ડાની ટીકા કરી હતી. ત્યારબાદ હવે આ વીડિયોથી નારાજ થઈને હિસારના એક વકીલ મલકીત સિંહ તરફથી હિસાર પોલીસ અધિક્ષકને એક ફરિયાદ કરવામાં આવી છે.