અર્જુન કપુર, કૃતિ સેનોન અને સંજય દત્ત અભિનિત ઐતિહાસિક વિષય પર આધારિત આગામી ફિલ્મ 'પાણીપત'ના નિર્માતાઓએ ફિલ્મનું ત્રીજું ગીત 'સપના હૈ સચ હૈ' સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યું છે.
અર્જુન કપુર જે આ ફિલ્મના મુખ્ય કલાકાર છે અને ફિલ્મમાં મરાઠા યોદ્ધા સદાશિવ રાવ ભાઉનો કિરદાર નિભાવી રહ્યાં છે, તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર લેટેસ્ટ રિલીઝ ગીતને શેયર કરતાં લખ્યું કે, 'સદાશિવ રાવ અને પાર્વતીબાઈની ઐતિહાસિક અને યુદ્ધના કથાનક પર આધારિત હ્રદયસ્પર્શી કથા'. સાંભળો 'સપના હૈ સચ હૈ રિલીઝ'.
-
A heartwarming tale of Sadashiv Rao & Parvati Bai against the backdrop of the battle that changed history. Listen to #SapnaHaiSachHai, out now.https://t.co/00elbemkDE@duttsanjay @kritisanon @AshGowariker @Javedakhtarjadu @AjayAtulOnline @shreyaghoshal @AbhayJodhpurkar
— Arjun Kapoor (@arjunk26) December 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">A heartwarming tale of Sadashiv Rao & Parvati Bai against the backdrop of the battle that changed history. Listen to #SapnaHaiSachHai, out now.https://t.co/00elbemkDE@duttsanjay @kritisanon @AshGowariker @Javedakhtarjadu @AjayAtulOnline @shreyaghoshal @AbhayJodhpurkar
— Arjun Kapoor (@arjunk26) December 2, 2019A heartwarming tale of Sadashiv Rao & Parvati Bai against the backdrop of the battle that changed history. Listen to #SapnaHaiSachHai, out now.https://t.co/00elbemkDE@duttsanjay @kritisanon @AshGowariker @Javedakhtarjadu @AjayAtulOnline @shreyaghoshal @AbhayJodhpurkar
— Arjun Kapoor (@arjunk26) December 2, 2019
2 મિનિટ 31 સેકંડના ગીતમાં સદાશિવ અને પાર્વતીબાઈના લગ્ન દર્શાવવામાં આવ્યા છે. અજય-અતુલ દ્વારા સંગીતબદ્ધ કરવામાં આવેલા વીડિયોમાં રોયલ્ટી સાથે સ્થિરતા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
જાવેદ અખ્તરે લખેલા આ ગીતને શ્રેયા ઘોષાલ અને અભય જોધપુરકરે કંઠ આપ્યો છે. ગીતના ધીમા સંગીત સાથે બન્ને ગાયકોએ પરફેક્ટ ટ્યુનિંગ બનાવી છે.
ફિલ્મ 'પાનીપત'માં ઉપરોક્ત બન્ને કલાકારો ઉપરાંત સંજય દત્ત, સુરેશ ઓબેરોય, મોહનિશ બહલ, ઝીનત અમાન અને પદ્મિની કોલ્હાપુરે પણ લીડ રોલમાં જોવા મળશે. આશુતોષ ગોવારીકરના નિર્દેશનમાં તૈયાર થયેલી આ ફિલ્મ 6 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રેલીઝ કરવામાં આવશે.ફિલ્મમાં મરાઠા અને અહમદ શાહ અબ્દાલીની સેના વચ્ચે થયેલી પાણીપતની ત્રીજી લડાઈ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદથી સિનેપ્રેમીઓમાં આ ફિલ્મને લઈને ઘણો ઉત્સાહ જોવા મળ્યો છે. પહેલી વખત ભારતીય દર્શકોને પાણીપતની ત્રીજી લડાઈ સિલ્વર સ્ક્રીન પર જોવાનો લાભ મળશે.