ETV Bharat / sitara

ફિલ્મ નિર્માતા વિશાલ ભારદ્વાજે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત સાથે મુલાકાત કરી - વિશાલ ભારદ્વાજની મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત સાથે મુલાકાત

ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક વિશાલ ભારદ્વાજ અને તેમની પત્ની રેખા ભારદ્વાજે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ભારદ્વાજે ફિલ્મના શૂટિંગ ડેસ્ટિનેશન તરીકે ઉત્તરાખંડને વિકાસિત કરવાની ચર્ચા કરી હતી.

ફિલ્મ નિર્માતા વિશાલ ભારદ્વાજ
ફિલ્મ નિર્માતા વિશાલ ભારદ્વાજ
author img

By

Published : Jul 22, 2020, 4:09 PM IST

દહેરાદૂન: ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક વિશાલ ભારદ્વાજ અને તેમની પત્ની રેખા ભારદ્વાજે મંગળવારે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત સાથે ખાસ મુલાકાત કરી હતી. આ દરમિયાન વિશાલ ભારદ્વાજે ઉત્તરાખંડને એક ઉત્તમ ફિલ્મ શૂટિંગ સ્થળ તરીકે વિકસવા અને અહીંના યુવા કલાકારોને ફિલ્મ ક્ષેત્ર સાથે જોડવા માટે ઘણા સૂચનો કર્યા હતા.

વિશાલ ભારદ્વાજે કહ્યું કે, ઉત્તરાખંડમાં ફિલ્મ અભ્યાસને પ્રોત્સાહન આપવાની જરૂર છે. આ માટે રાજ્ય સરકારે FTIની તર્જ પર રાજ્યમાં એક સંસ્થા શરૂ કરવી જોઈએ. જેના કારણે ઉત્તરાખંડની જનતામાં ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવાની ઇચ્છા વધે. તેમણે કહ્યું કે, આ માટે રાજ્યની કોઈપણ યુનિવર્સિટીમાં ફિલ્મ નિર્માણ અને ફિલ્મોને લગતા વર્ગો શરૂ કરવા જોઈએ. સરકારે રાજ્યમાં ફિલ્મ ફેસટિવલનું આયોજન કરવાનું પણ વિચારવું જોઇએ.

મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે વિશાલ ભારદ્વાજે આપેલા સૂચનોની પ્રશંસા કરતાં કહ્યું કે, રાજ્યના ફિલ્મ નિર્માતાઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે એક ફિલ્મ નીતિ ઘડવામાં આવી છે. તેમણે ઉત્તરાખંડ ફિલ્મ ડેવલપમેન્ટ કાઉન્સિલના નોડલ ઓફિસર કે.એસ. ચૌહાણને સૂચના આપી કે મસૂરી ફિલ્મ કોનક્લેવમાં આવેલા સૂચનો પર ટૂંક સમયમાં નીતિ બનાવવામાં આવે.

મુખ્યપ્રધાને કહ્યું કે, રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં ફિલ્મ શૂટિંગથી સંબંધિત અભ્યાસક્રમો કરવા માટે, દૂન યુનિવર્સિટીમાં માળખાગત સુવિધા વિકસાવવા પ્રયાસ કરવામાં આવશે, જેમાં ફિલ્મ જગતના અનુભવી લોકોને અતિથિ ફેકલ્ટી તરીકે આમંત્રિત આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.